Aapnu Gujarat
બિઝનેસ

નાણામંત્રીએ મોંઘવારીને નકારી

દેશના લોકો કારમી મોંઘવારીથી પીડાઈ રહ્યા છે. ખુદ સરકારના આંકડા કહે છે કે બે વર્ષમાં દેશમાં કોરોનાથી રોજગારની ખરાબ સ્થિતિથી જે રીતે લોકોની આવક ઘટી છે તેમાં ફકત ગરીબો જ નહી કરદાતાની આવક પણ ઘટી છે અને લાખો લોકો તે શ્રેણીમાંથી બહાર નીકળી ગયા છે અને યુક્રેન યુદ્ધના કારણે જે રીતે ક્રુડતેલથી કોમોડીટીના ભાવમાં મોટો ઉછાળો નોંધાયો છે.
તેની અસર લોકોના જીવન ધોરણ પર પડી છે છતાં દેશના નાણામંત્રી ર્નિમલા સીતારામને વિદેશ જઈને ભારતના લોકોની મજાક કરતા કહ્યું કે ભારતમાં મોંઘવારી વધુ નથી. હાલ અમેરિકામાં રહેલા ર્નિમલા સીતારામને વોશિંગ્ટન ડીસીમાં આયોજીત કાર્યક્રમમાં એવું જણાવ્યું કે આપણી સામે વૈશ્વિક પડકાર છે.
ક્રુડથી લઈને કોમોડીટીની કિંમતો આસમાનને આંબી રહી છે. (ખુદ નાણામંત્રીના શબ્દો છે) તેની અસર તમામ અર્થતંત્ર પર પડશે તેમ છતાં ભારતમાં છૂટક મોંઘવારી (ફુગાવો) ૬.૯% છે. અમારો લક્ષ્યાંક ૪% છે અને ૨% પ્લસ માઈનસ ગણીએ તો ૬% નો ફુગાવો અને હાલનો ૬.૯% નો જે છે તે કોઈ વધુ ફુગાવો નથી. અમો ૬% થી વધુ કઈ આગળ ગયા નથી. તેઓએ આ નિવેદન જી-૨૦ દેશોની ઉભરતા અર્થતંત્રની બેઠકમાં આ રીતે દેશમાં ભાવવધારાનો બચાવ કર્યો હતો.
દેશમાં મોંઘવારી મુદે નાણામંત્રીના નિવેદનથી જબરો આઘાત છે અને ખુદ સરકારના અથવા તો કહો કે નાણા મંત્રાલયના આંકડા ર્નિમલાના વિદેશના વિધાનોથી જુદી વાત કહે છે. સરકાર ખુદ સ્વીકારે છે કે ગ્રામીણ ક્ષેત્રમાં મોંઘવારી લોકોને પરેશાન કરી રહી છે. આ ક્ષેત્રે જયાં ૬૦% ભારત વસે છે ત્યાં ખાદ્ય મોંઘવારી છેલ્લા ૧ વર્ષમાં ડબલ થઈ છે. ગત વર્ષે મોંઘવારીનો આંક ૩.૪૯ હતો. જે આજે માર્ચ માસમાં ૮.૦૪% રહી છે અને વાસ્તવિકતા એ છે કે જથ્થાબંધ ફુગાવા જે કુલ ઉત્પાદકીય ચીજાેને લાગુ પડે છે તે ૧૪.૫૫% નોંધાયો છે. એટલે કે મોંઘવારી હવે અર્થતંત્રના મૂળમાં પહોંચી ગઈ છે. દેશમાં મોંઘવારી માટે નાણામંત્રી ખુદ યુક્રેન યુદ્ધને કારણ દર્શાવે છે પણ વિદેશ જઈને જુદી વાત કરી છે.

Related posts

એસબીઆઈમાં સર્વિસ માટે હવે વધુ પૈસા આપવા પડશે

aapnugujarat

FPI દ્વારા મે મહિનામાં ૬૩૯૯ કરોડ પાછા ખેંચાયા

aapnugujarat

कारोबारियों को ऋण उपलब्ध कराएं : ठाकुर

aapnugujarat

Leave a Comment

UA-96247877-1