દેશની સૌથી મોટી સરકારી બેંક એસબીઆઈએ ગ્રાહકોને મોટો ફટકો આપી દીધો છે. કારણ કે એસબીઆઈની પસંદગીની સેવાઓ મોંઘી થઇ ગઇ છે. એસબીઆઈ જઇને જુની નોટો બદલવામાં આવે છે અથવા તો એક જ સમયમાં વધુ વખત પૈસા ઉપાડવામાં આવે છે તો એસબીઆઈ દ્વારા ચાર્જ વસુલ કરવામાં આવશે. એસબીઆઈમાં એફડી ઉપાડના નિયમો બદલી દેવામાં આવ્યા છે. હવે ૦.૫૦ ટકાનો દંડ લાગૂ થશે. એટલું જ નહીં બેઝિક સેવિંગ્સ બેંક ડિપોઝિટ એકાઉન્ટના ગ્રાહકોને પૈસા ઉપાડવા, નવા કાર્ડ ઇશ્યુ કરવા જેવી સુવિધાઓ માટે ચાર્જ ચુકવવા પડશે. એસબીઆઈમાં સેવાઓ માટે વધારે પૈસા ચુકવવાની કસ્ટમરોને આજથી ફરજ પડશે. ઘણી બધી સેવાઓને મોંઘી કરી દેવામાં આવી છે. બેંકોના નવા નિયમ મુજબ હવે કેશ વિડ્રોઅલ લિમિટ માત્ર ચાર વખતની મફત રહેશે. આમા એટીએમ ટ્રાન્ઝિક્શનનો પણ સમાવેશ થાય છે. આજથી જો ચાર વખતથી વધુ એસબીઆઈની શાખામાંથી પૈસા ઉપાડવામાં આવે છેતો દરેક ટ્રાન્ઝિક્શન ઉપર ૫૦ રૂપિયા સર્વિસ ચાર્જ અને ટેક્સ ચુકવવાની જરૂર પડશે. એસબીઆઈના એટીએમથી ચા વખતથી વધુ વિડ્રોઅલ કરવામાં આવે છે તો દરેક એક ટ્રાન્ઝિક્શન ઉપર ૧૦ રૂપિયા સર્વિસ ચાર્જ અને સાથે સાથે સર્વિસ ટેક્સ ચુકવવાની જરૂર પડશે. અન્ય બેંકના એટીએમથી ચાર વખતથી વધુ પૈૈસા ઉપાડવામાં આવે છે તો દરેક ટ્રાન્ઝિક્શન ઉપર ૨૦ રૂપિયા સર્વિસ ચાર્જ અને ટેક્સ ચુકવવા પડશે. બેંકથી ૨૦થી વધારે અથવા પાંચ હજાર રૂપિયાથી વધારે ફાટી ગયેલી નોટ બદલવાની સ્થિતિમાં બેથી પાંચ રૂપિયા સુધી ચાર્જ લાગૂ થશે. એસબીઆઈમાં ૫૦૦૦ રૂપિયા સુધીની ફાટેલી નોટના સંદર્ભમાં દરેક નોટ ઉપર બે રૂપિયા સર્વિસ ચાર્જ લાગૂ થશે. બેંક માત્ર રુપે ડેબિટ કાર્ડ જ મફતમાં જારી કરશે. બાકી તમામ કાર્ડ જારી કરવાની સ્થિતિમાં બેંકે સર્વિસ ચાર્જ લેવાનો નિર્ણય કર્યો છે. આજથી એસબીઆઈએ બેંક માસ્ટર અને વિઝા કાર્ડ ઇશ્યુ કરવા ઉપર પણ ચાર્જ લાગૂ કરશે.
પાછલી પોસ્ટ