Aapnu Gujarat
શિક્ષણ

રાજ્યની સરકારી શાળાઓની સ્થિતિની વિગતો રજૂ કરવા નિર્દેશ

ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અંગે શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીના વિવાદાસ્પદ નિવેદન સંદર્ભે સુઓ મોટો અરજી અંગે સુનાવણી હાથ ધરવામાં આવી. જેમાં મુખ્ય ન્યાયાધીશ અરવિંદકુમાર ફરી એકવાર રાજ્ય સરકારને રાજ્યમાં સરકારી સ્કૂલોની પરિસ્થિતિ અંગે વિગતો રજૂ કરવા નિર્દેશ આપ્યા છે કોર્ટે કહ્યું કે, સરકારી સ્કૂલઓની પરિસ્થિતિ અને જેમાં વિદ્યાર્થીઓને અપાતી સગવડતા અને સુવિધા અને વિગતો રજૂ કરવામાં આવે. સુનાવણી દરમિયાન મુખ્ય સરકારી વકીલ દ્વારા નિવેદન કરવામાં આવ્યું કે, રાજ્યમાં કુલ ૩૭ જેટલી સ્કૂલઓ જર્જરિત હાલતમાં છે.
ગુજરાત હાઇકોર્ટના મુખ્ય ન્યાયાધીશ અરવિંદ કુમારે રાજ્યની સરકારી સ્કૂલઓની પરિસ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે, મધ્યમાં આવેલા અહેવાલ પ્રમાણે વલસાડ જિલ્લાની એક સ્કૂલમાં પીવાના પાણીની સમસ્યા અંગેનો ઉલ્લેખ કર્યો. સાથે જ સરકાર પાસે તમામ સરકારી સ્કૂલઓની પરિસ્થિતિ અને ઉપલબ્ધ સુવિધાઓ અંગેની વિગતો રજુ કરવા નિર્દેશ આપ્યા છે.
મહત્વપૂર્ણ બાબત એ છે કે, ખંડપીઠે બાળકોને સ્કૂલમાં મળતી સુવિધા અંગે પણ ગંભીર નોંધ લીધી છે.
કોર્ટે કહ્યું કે, ‘તેમના ધ્યાને આવ્યું છે કે વલસાડ જિલ્લાના ધરમપુરની સ્કૂલમાં પીવાના પાણીની સુવિધા નથી’. જેથી એડવોકેટ જનરલને સ્કૂલની વાસ્તવિક સ્થિતિની સાથે વિદ્યાર્થીઓ માટે સ્કૂલમાં ઉપલબ્ધ સુવિધા અંગેની વિગતો પણ રજૂ કરવા માટે કહ્યું છે.
શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીએ ડિસેમ્બર ૨૦૨૧માં છોટાઉદેપુરની એક સ્કૂલમાં ખુલ્લામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ અંગે ટિપ્પણી કરી હતી. જેમાં તેમણે કહ્યું હતું કે, ખુલ્લામાં ભણવું, એ બાબત નવી નથી, કારણ કે તેઓ જ્યારે અભ્યાસ કરતા ત્યારે આજ રીતે બહાર બેસી અભ્યાસ કરતા’. આ નિવેદન સામે ગુજરાત હાઇકોર્ટના જસ્ટિસ જે.બી.પારડીવાલાની અને જસ્ટિસ નિલય મહેતાની ખંડપીઠે ગંભીર નોંધ લઇ સુઆ મોટો દાખલ કરી હતી. શિક્ષણ મંત્રીના આ પ્રકારના નિવેદન સામે હાઈકોર્ટે ભારોભાર નારાજગી વ્યક્ત કરી હતી. કોર્ટે તેમના નિવેદનને શરમજનક જણાવ્યું હતું.
પ્રસ્તુત કેસમાં હાઈકોર્ટના જસ્ટિસ જે.બી. પારડીવાલાની ખંડપીઠે ડિસેમ્બરમાં શિક્ષણમંત્રીના નિવેદન પ્રત્યે નારાજગી વ્યક્ત કરતાં સુઓમોટો દાખલ કરી હતી. ખંડપીઠે શાળા અને વિદ્યાર્થીઓની પરિસ્થિતિ કરતાં પણ શિક્ષણ મંત્રીના નિવેદનને વધુ શરમજનક અને દુઃખદ ગણાવતા આદેશમાં નોંધ્યું કે, બંધારણીય ફરજનો નિર્વાહ કરતાં કેબિનેટ કક્ષાના મંત્રીએ જાહેરમાં વિવેકહીન કે ઉતાવળિયા નિવેદનો કરવાથી પોતાની જાતને રોકવા જાેઈએ.

Related posts

JEE-મેઇનમાં ગુજરાતથી ૧૨,૦૦૦ વિદ્યાર્થી નોંધાયા

aapnugujarat

८वीं तक बच्चों को फेल न करने की व्यवस्था होगी खत्म

aapnugujarat

સીબીએસઇની ધો.૧૦-૧રની પરીક્ષા હવે માર્ચ મહિનામાં લેવાશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1