Aapnu Gujarat
Nationalગુજરાત

સુરત માં ગ્રાહક કોર્ટ નો ચૂકાદો, 68 હજાર નો ક્લેઈમ ગ્રાહક ને ચૂકવવા આદેશ કરાયો

સુરત ના હજીરા રોડ ઉપર વેસ્ટર્ન ચિંતામણી રેસીડેન્સીમાં રહેતા વસુમતીબેન કિરીટભાઇ શાહએ ધી ન્યુ ઇન્ડિયા ઇન્સ્યોરન્સ કંપની પાસેથી 2 લાખનો વીમો ખરીધો હતો. આ દરમિયાન વસુમતીબેનને પગમાં સોજો અને દુઃખાવો રહેતો હતો. તેઓએ સારવાર કરાવતા તેઓને લોહીની નશો બંધ થઇ ગઇ હોવાનું નિદાન થયું હતું. આ સારવારમાં કુલ્લે 54 હજારનો ખર્ચ થયો હતો. આ ઉપરાંત મેડીક્લ ટ્રીટમેન્ટનો અન્ય 14 હજારનો ખર્ચ થયો હતો. બંને મળીને કુલ્લે રૂા. 68 હજારનો ક્લેઇમ મેળવવા માટે વસુમતીબેને વકીલ મોના કપૂર મારફતે ગ્રાહક કોર્ટમાં ફરિયાદ કરી હતી. કોર્ટે બંને પક્ષોની દલીલો બાદ 68 હજારનો ક્લેઇમ 7 ટકાના વ્યાજ સાથે ચૂકવી આપવા માટેનો આદેશ કર્યો હતો…મહત્વ ની વાત છે કે ગ્રાહકો સાથે કોઈ પણ ઘટના બને ત્યારે ગ્રાહક કોર્ટ મહત્વ ની ભૂમિકા ભજવે છે ..ગ્રાહક ને ન્યાય મળે તે માટે ગ્રાહક પોતાની વાત રજુ કરતા હોય છે ત્યારે આ ઘટના માં વીમા કંપની ને ક્લેઇમ ચૂકવવા નો ગ્રાહક કોર્ટે આદેશ કરતા હવે વીમા કંપની ગ્રાહક ને ક્લેઇમ ની ચુકવણી કરશે

Related posts

સનાથલથી ૧૬.૩૯ લાખનો વિદેશી દારૂ કબજે

aapnugujarat

अहमदाबाद : २५ दिन में उल्टी-दस्त के ३८० केस

aapnugujarat

ગુજરાત સરકારે વકફ બોર્ડમાં અહમદ પટેલની કરી નિમણૂક

aapnugujarat

Leave a Comment

UA-96247877-1