Aapnu Gujarat
Nationalગુજરાતતાજા સમાચારપ્રવાસબિઝનેસ

વડાપ્રધાન મોદીના હસ્તે બનાસકાંઠામાં બનાસ ડેરી સંકુલનુ લોકાર્પણ

અમદાવાદ, તા. ૧૯ એપ્રિલ ૨૦૨૨, મંગળવાર

વડાપ્રધાન નરેન્દ્ર મોદી ૧૮ એપ્રિલ, ૨૦૨૨ સોમવારથી, ત્રણ દિવસના ગુજરાત પ્રવાસે છે. આજે તેમના ગુજરાત પ્રવાસનો બીજો દિવસ છે. સોમવારે સાંજે તેઓએ ગાંધીનગર ખાતે વિદ્યા સમીક્ષા કેન્દ્રની મુલાકાતથી પોતાના 3 દિવસના પ્રવાસનો પ્રારંભ કર્યો હતો. મંગળવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી બનાસકાંઠાની મુલાકાતે છે, તેમના હસ્તે બનાસ ડેરીના નવા સંકુલનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું છે. અત્યાધુનિક સુવિધાઓ અને પશુઓનું ખાસ ધ્યાન રખાય તે બાબતોને ધ્યાનમાં રાખીને બનાસ ડેરીનું નવું સંકુલ ઉભું કરવામાં આવ્યું છે. બનાસકાંઠા દિયોદર ખાતે ૬૦૦ કરોડ રૂપિયાથી વધુના ખર્ચે બનાવવામાં આવેલું ડેરી સંકુલ અને બટાટા પ્રેસિંસિગ પ્લાન્ટ ૧૯ એપ્રિલની સવારે રાષ્ટ્રને સમર્પિત કરાશે. નવું ડેરી સંકુલ ગ્રીન ફિલ્ડ પ્રોજેક્ટ છે. આ પ્લાન્ટ લગભગ ૮૦ ટન માખણ, ૧ લાખ લિટર આઈસ્ક્રીમ, ૨૦ ટન કન્ડેન્સ્ડ મિલ્ક અને ૬ ટન ચોકલેટનું ઉત્પાદન કરીને દરરોજ લગભગ ૩૦ લાખ લિટર દૂધની પ્રક્રિયા કરવા માટે સક્ષમ રહેશે.

19 એપ્રિલ, મંગળવારે પીએમ મોદી જામનગરમાં WHOના સહકારથી બનનારા ગ્લોબલ સેન્ટર ફોર ટ્રેડિશનલ મેડિસિનનું લોકાર્પણ કરશે. આ કાર્યક્રમમાં WHOના ડાયરેક્ટર જનરલ ટેડ્રોસ, મોરેશિયસના વડાપ્રધાન પ્રવિન્દ જુગનાથ, ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ ઉપસ્થિત રહેશે. જામનગરમાં સ્થપાનાર આ સંકુલ સમગ્ર વિશ્વમાં આયુષ પ્રણાલીઓને સ્થાન આપવા માટે પરંપરાગત દવાને લગતી વૈશ્વિક આરોગ્ય બાબતો પર નેતૃત્વ પૂરૂં પાડશે, તેમજ પરંપરાગત દવાઓની ગુણવત્તા, સલામતી અને અસરકારકતા, સુલભતા અને તર્કસંગત ઉપયોગની ખાતરી કરવામાં ઉપયોગી થશે.

એટલું જ નહિ, આ સેન્ટર પરંપરાગત દવા સંબંધિત તમામ વૈશ્વિક સ્વાસ્થ્ય બાબતો પર નેતૃત્વ પૂરૂં પાડશે તેમજ પરંપરાગત દવા સંશોધન, પ્રથાઓ અને જાહેર આરોગ્ય સંબંધિત વિવિધ નીતિઓ ઘડવામાં સભ્ય દેશોને સમર્થન આપશે. વડાપ્રધાને આ અગાઉ નવેમ્બર ૨૦૨૦માં જામનગરમાં ઇન્સ્ટિટયૂટ ઓફ ટીચિંગ એન્ડ રિસર્ચ ઈન આયુર્વેદ (ITRA)ને ઇન્સ્ટિટયૂટ ઓફ નેચરલ ઈમ્પોર્ટન્સ તરીકે જાહેર કર્યું હતું.

Related posts

PM dedicates INS Kalvari to the nation

aapnugujarat

तीन तलाक : मुस्लिम महिला बिल को सरकार की हरीझंडी

aapnugujarat

મોદીની નીતિથી કાશ્મીરમાં ત્રાસવાદીઓને ખુલ્લો દોર : રાહુલ ગાંધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1