Aapnu Gujarat
ગુજરાત

ડો. ભીમરાવ આંબેડકરની જન્મજંયતિ નિમિત્તે સામાજીક સમરસતા દિવસની બુથ સ્તરે ઉજવણી

સમગ્ર રાજયમાં સામાજીક ન્યાય પખવાડીયું 7 એપ્રિલથી 20 એપ્રિલ દરમ્યાન યોજાઇ રહ્યું છે. જેમાં જીલ્લા-મહાનગર અને મંડલ સ્તરે વિવિધ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે. ત્યારે ગઇ કાલે તારીખ 12 એપ્રિલના રોજ નિ:શુલ્ક કોવિડ રસીકરણ યોજના અંતર્ગત વધુમાં વધુ બાળકો કોરોનાની રસી લે તે અંગે પ્રોત્સાહન આપવામાં આવ્યું હતું ત્યારે આ નિમિત્તે, સાંસદોઓ, ધારસભ્યો પોતોના મતવિસ્તારમાં રસીકરણ કેન્દ્રની મુલાકાત લીધી હતી. ત્યારે આજે અને આવતી કાલે ડો. ભીમરાવ આંબેડકની જન્મજંયતિ નિમિત્તે સામાજીક સમરસતા દિવસની બુથ સ્તરે ઉજવણી કરવામાં આવશે.

ત્યારે આજે 13 એપ્રિલે જન્મજયંતિની પૂર્વ સંધ્યાએ ડો.ભીમરાવ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાને સાફ-સફાઇ કરવામાં આવશે આ કાર્યક્રમમાં રાજયનામંત્રી પ્રદિપભાઇ પરમાર તેમજ એસ.સી.મોરચાના પ્રદેશ મહામંત્રી ગૌતમભાઇ ગેડીયા ઇન્ચાર્જ રહેશે. ત્યારે આવતી કાલે 14 એપ્રિલના રોજ ડો. ભીમરાવ બાબાસાહેબ આંબેડકર જન્મજંયતિ યોજના અંતર્ગત ડો. ભીમરાવ આંબેડકની જન્મજંયતિ નિમિત્તે સામાજીક સમરસતા દિવસની બુથ સ્તરે ઉજવણી કરવી તેમજ 7 એપ્રિલ થી 14 એપ્રિલ સુધી ડો.ભીમરાવ બાબાસાહેબ આંબેડકર જન્મ જયંતિ સપ્તાહ ઉજવવામાં આવશે.

ગરીબ,કિસાન,મહિલાઓના ઉત્થાન માટે અનેકવિધ યોજાનાઓ બનાવી છે તે દરેક યોજના જન-જન સુઘી પહોંચે તે માટે 7 એપ્રિલથી 20 એપ્રિલ દરમ્યાન ગુજરાત રાજયમાં સામાજીક ન્યાય પખવાડીયું જીલ્લા-મહાનગર અને મંડલ સ્તરે યોજાશે.

Related posts

अहमदाबाद में स्वाइन फ्लु का और एक केस दर्ज

aapnugujarat

ભાવનગરમાં જુગાર રમતા સાત ઇસમો ઝડપાયા

editor

HSRP લગાવવાની મુદત ૩૧જાન્યુઆરી સુધી વધી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1