Aapnu Gujarat
મનોરંજન

‘શુભ મંગલ સાવધાન’નું ટ્રેલર રિલીઝ કરાયું, ફિલ્મ ૧ સપ્ટેમ્બરે આવશે

આયુષ્માન ખુરાના અને ભૂમિ પેડણેકર અભિનીત હિન્દી ફિલ્મ ‘શુભ મંગલ સાવધાન’નું ટ્રેલર મુંબઈમાં રિલીઝ કરવામાં આવ્યું છે.ફિલ્મ આવતી ૧ સપ્ટેમ્બરે રિલીઝ થવાની છે. આયુષ્માન અને ભૂમિ આ પહેલાં ‘દમ લગા કે હૈશા’ ફિલ્મમાં સાથે કામ કરી ચૂક્યાં છે.‘શુભ મંગલ સાવધાન’ એક પ્રેમી યુગલની વાર્તા પર આધારિત છે. અઢી મિનિટના ટ્રેલરને રમૂજી બનાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે.
મુદિત (આયુષ્માન) સુગંધા (ભૂમિ)નાં ગાઢ પ્રેમમાં હોય છે પણ મુદિતને શીઘ્રપતનની સમસ્યા સતાવે છે. ટ્રેલરની શરૂઆત કોઈક સસ્તા ડોક્ટરના ક્લિનીકથી થાય જેમાં મુદિત એનાં સસરા સાથે ગયો હોય છે ત્યાં મુદિત ડોક્ટરને પોતાની તકલીફ જણાવે છે. એમાં એના સસરા એની પર ભડકી જાય છે.ફિલ્મમાં દ્વીઅર્થી સંવાદો, જોક્સનો ઉપયોગ કરવામાં આવ્યો છે. એવા સંવાદો ટ્રેલરમાં પણ સાંભળવા મળે છે. સુગંધા એવી છોકરી છે જે લગ્ન કરતાં પહેલાં બોયફ્રેન્ડ સાથે રોમાન્સ કરવાના અને ફિલ્મો જોવાનાં સપનાં જુએ છે.આ ફિલ્મ એક તામિલ ફિલ્મની રીમેક છે.

Related posts

રોહિત શેટ્ટીની ‘કોપ’ ફિલ્મમાં સલમાન ધૂમ મચાવશે

aapnugujarat

आराध्या के साथ गाना रिकॉर्ड करते अमिताभ ने स्टूडियो से शेयर की तस्वीरें

editor

સુશાંત અને કૃતિની જોડી ફરી એકવાર સાથે નજરે પડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1