Aapnu Gujarat
મનોરંજન

સુશાંત અને કૃતિની જોડી ફરી એકવાર સાથે નજરે પડશે

કોરિયોગ્રાફર અને ફિલ્મ નિર્માતા અહેમદ ખાનના નવા મ્યુઝિક વિડિયોમાં સુશાંત સિંહ રાજપુત અને કૃતિ સનુનની જોડી ફરી એકવાર નજરે પડનાર છે. તેમની જોડીએ અગાઉ ભારે જાદુ જગાવ્યો હતો. ફિલ્મ રાબ્ટા બાદ ફરી એકવાર બન્ને સાથે આવી રહ્યા છે. સુત્રોના કહેવા મુજબ બન્ને કલાકારોએ મુંબઇમાં આ વિડિયો માટે શુટિંગ કરી લીધુ છે. આ એક હળવા ગીત તરીકે રહેશે. આના માટે સેટ શહેરના એક સ્ટુડિયોમાં લગાવવામાં આવ્યા બાદ શુટિંગ કરવામાં આવ્યુ હતુ. અનેક કલાકારો હોવાના કારણે આ વિડિયો ગીતને લોકપ્રિયતા અપાવી શકે છે તેવો દાવો કરવામાં આવી રહ્યો છે. સુશાંત અને કૃતિ બન્ને ડાન્સર છે. આ ગીતામા પણ બન્ને પોતાના ડાન્સ મારફતે ચાર ચાંદ લગાવી દેશે. આ વિડિયો ૯૦ના દશક જેવા રહેશે. કૃતિ અહેમદ ખાનના વદુ એક વિડિયોમા ંપણ ટાઇગર શ્રોફની સાથે અગાઉ આવી ચુકી છે. કલ કહાં જાતે હે નામનુ ગીત ભારે લોકપ્રિય થયુ હતુ. બન્ને કલાકારો અભિનિત રાબ્તા ફિલ્મ બોક્સ ઓફિસ પર ભલે ફ્લોપ રહી હોય પરંતુ આ કલાકારોની જોડીને લોકોએ પસંદ કરી હતી. બન્નેની કેમિસ્ટ્રી લોકોને પસંદ પડી હતી. અન્ય નિર્માતા નિર્દેશકો પણ તેમની જોડીને ચમકવવાના પ્રયાસ કરી શકે છે. કૃતિએ પોતાના કેરિયરની શરૂઆત ટાઇગર શ્રોેફની સાથે હિરોપંતિ મારફતે કરી હતી. આ ફિલ્મ બોક્સ ઓફિસ પર સરેરાશ સફળતા મેળવી ગઇ હતી. હવે બન્ને સાથે ફરી દેખાશે. બન્ને સ્ટાર પ્રથમ ફિલ્મ બાદ લોકપ્રિય થયા છે. કૃતિ રોહિત શેટ્ટીની દિલવાલે ફિલ્મમાં પણ ચમકી હતી. જે સુપરહિટ સાબિત થઇ હતી.

Related posts

हॉलीवुड में किसी ने मेरे लिए रास्ते नहीं बनाए हैं : प्रियंका

editor

ઇશા ગુપ્તા બોલિવુડમાં ખુબ ઓછી ફિલ્મો મેળવે છે

aapnugujarat

આલિયા હોલીવુડની ફિલ્મમાં ચમકશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1