Aapnu Gujarat
ગુજરાત

રખડતા પશુ નિયંત્રણ કાયદાને લઈને સી.આર. પાટીલનું મોટું નિવેદન આવ્યું સામે

રખડતા પશુ નિયંત્રણ કાયદામાં ફેર નિયંત્રણ માટે વિચારણા કરવામાં આવી શકે છે. ઢોર નિયંત્રણ કાયદામાં વિરોધ બાદ ભાજપ તરફથી મોટુ નિવેદન સીઆર પાટીલે આપ્યું હતું. જેથી કાયદામાં ફેરફાર થાય તેવી શક્યતા આગામી સમયમાં છે.
કાયદામાં સુધારણા માટે મુખ્યમંત્રીને આ અંગે રજૂઆત કરવામાં આવશે. આ પ્રકારનું મોટુ નિવેદન પાટીલે આપ્યું હતું. સીઆર પાટીલે મીડીયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, હાલના કાયદા પ્રમાણેની જોગવાઈઓ રખડતા ઢોરના નિયંત્રણ માટે પૂરતી છે તેમ પણ સીઆર પાટીલે જણાવ્યું હતું. વધુમાં કહ્યું હતું કે, મને પણ લાગે છે મહાનગર પાલિકામાં જે જોગવાઈ છે તે કાયદાને લગતી અત્યારે પૂરતી છે. મને મળવા માટે માલધાકી સમાજના આગેવાનો આવ્યા હતા અને તેમને મને વિનંતી કરી હતી. તેમને જે માંગણી કરી હતી એ મને વ્યાજબી લાગી છે. જેથી મુખ્યમંત્રીને આજે જ સવારે મે આ અંગે રજૂઆત કરી છે. મને વિશ્વાસ છે કે જરૂર સરકાર આ કાયદામાં ફેર વિચારણા કરશે તેવું સીઆર પાટીલે નિવેદન ઢોર નિયંત્રણ કાયદાને લઈને આપ્યું હતું.

Related posts

પોલીસ કોન્સ્ટેબલની ક્રૂર હત્યા કરાઈ 

aapnugujarat

રાયખડની મહિલા બુટલેગરે પોલીસ કર્મીઓને ધમકાવ્યા

aapnugujarat

નવરાત્રિને લઇ મુખ્યમંત્રી સમક્ષ આયોજકોએ કરી રજૂઆત

editor

Leave a Comment

UA-96247877-1