Aapnu Gujarat
મનોરંજન

મુબારકા ફિલ્મ સફળ રહેતા અથિયા ખુશ

રોમેન્ટિક કોમેડી ફિલ્મ મુબારકાને બોક્સ ઓફિસ પર સફળતા મળતા સેક્સી અથિયા શેટ્ટી ભારે ખુશ છે. આશાસ્પદ સ્ટાર અને વિતેલા વર્ષોના લોકપ્રિય સ્ટાર સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટીનુ કહેવુ છે કે તે આગામી સમયમાં એક્શન ફિલ્મમાં કામ કરવા માટે તૈયાર છે. હાલમાં રજૂ થયેલ નવી એડમાં તે એક બાઇકમાં નજરે પડી રહી છે. વિતેલા વર્ષોના સુપરસ્ટાર અભિનેતામાં સામેલ રહેલા સુનિલ શેટ્ટીની પુત્રી અથિયા શેટ્ટી પાસે હાલમા કોઇ મોટી ફિલ્મ આવી રહી નથી. અથિયા મુબારકામાં પીઢ અભિનેતા અનિલ કપુર, અર્જૂન કપુર અને ઇલિયાના ડી ક્રુઝની સાથે નજરે પડી હતી. અનીસ બાજમી દ્વારા નિર્દેશિત આ ફિલ્મ બોક્સ ઓફિસ પર હાલમાં ધુમ મચાવી રહી છે. અનિલ કપુર લાંબા સમય બાદ ફિલ્મમાં નજરે પડી છે. આ ફિલ્મ ૨૮મી જુલાઇના દિવસે રજૂ કરવામાં આવી હતી ત્યારબાદથી ફિલ્મને સફળતા મળી રહી છે. સુનિલ શેટ્ટીની પુત્રી અથિયાએ નિખિલ અડવાણી દ્વારા નિર્દેશિત રોમેન્ટિક એક્શન ફિલ્મ હિરો સાથે બોલિવુડમાં પ્રવેશી હતી. વર્ષ ૨૦૧૫માં આ ફિલ્મ રજૂ કરવામાં આવી હતી. ફિલ્મમાં અભિનેત્રી તરીકે અથિયાની સાથે અભિંનેતા તરીકે ફિલ્મમાં સુરજ પંચોલીએ ભૂમિકા અદા કરી હતી. આ ફિલ્મ પીઢ ફિલ્મ નિર્માતા સુભાષ ઘાઇની વર્ષ ૧૯૮૩માં આવેલી ફિલ્મની રિમેક હતી. વિતેલા વર્ષોની હિરો ફિલ્મમાં અભિનેતા તરીકેની ભૂમિકામાં જેકી શ્રોેફે ભૂમિકા અદા કરી હતી. અથિયાએ વિગત આપતા કહ્યુ છે કે એક કલાકાર હમેંશા કઇંક કઇંકને શિખે છે. તેમાં કુશળતા શિખવાની હોવી જોઇએ. દરેક બાબત પર તે વધારે ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. એક્ટિંગ અને ડાન્સિંગ કુશળતા હાલમાં તે વધારે રહી છે.

Related posts

સપ્તર્ષિ દ્વારા યોજાયો શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ

editor

મારી ઓળખ ખુદ બનાવવા ઇચ્છું છુંઃ જાહ્નવી

aapnugujarat

समीक्षक मेरे काम की तारीफ करते हैं तो मैं डर जाता हूं : सलमान

aapnugujarat

Leave a Comment

UA-96247877-1