Aapnu Gujarat
મનોરંજન

સપ્તર્ષિ દ્વારા યોજાયો શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ

સપ્તર્ષિ ગ્રુપ દ્વારા શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું પ્રિમીયર યોજાયું હતું. આ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલના નિર્ણાયકોમાં ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા અને નેશનલ એવોર્ડ વિજેતા ડાયરેક્ટર, એડિટર, લેખક, અભિનેતા ઉપસ્થિત રહ્યા હતા. ૮ થી ૧૨ મિનિટની આપેલ વિષયો પર ૧૯ એન્ટ્રીસ આવેલી જેને રાહુલ ભોળે, વિનીત કનોજિયા, વિજયગીરી બાવા, ચેતન ધાનાણી, ઓજસ રાવલ, રુચિર ચુડાસમા જેવા ખ્યાતનામ નિર્ણાયકોએ નિર્ણાયક તરીકેની સેવા આપેલ જેમાં પ્રથમ ક્રમે કાત્યાની, દ્વિતિય ક્રમે સારાંશ અને તૃતીય ક્રમે કિરદાર શોર્ટ ફિલ્મ વિજેતા બની હતી. તદુપરાંત બેસ્ટ અભિનેતા , બેસ્ટ અભિનેત્રી, બેસ્ટ ડાયરેક્ટર, બેસ્ટ સ્ટોરી, બેસ્ટ મ્યુઝિક, બેસ્ટ એડિટર અને બેસ્ટ સિનેમેટોગ્રાફર જેવા વિવિધ કેટેગરી એવોડ્‌ર્સ અને સર્ટિફિકેટ પણ એનાયત કરવામાં આવ્યા અને વિજેતા બનેલ ત્રણ શોર્ટ ફિલ્મને રોકડ પુરસ્કાર આપી પ્રત્સાહિત કરાયા હતા. શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલનું પ્રિમીયરમાં ભાવનગરના ખ્યાતનામ કવિ, લેખકો અને સમાજ અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા. ભાવનગરની વિવિધ સંસ્થાઓએ આ શોર્ટ ફિલ્મ ફેસ્ટિવલ માટે સ્પોન્સરશીપ આપી હતી તેમ ગ્રુપના સભ્ય પુનિત પુરોહિતે જણાવ્યું હતું તેમને વધુમાં જણાવતા કહ્યું હતું કે ભાવનગરમાં આ પ્રકારનું આયોજન પ્રથમ વખત થયું અને ભાવનગરની કલા પ્રિય જનતાએ અમને બહોળો પ્રતિસાદ આપ્યો તે બદલ સમગ્ર સપ્તર્ષિ ગ્રુપના સભ્યો નિકેતા આચાર્ય, વિશ્વા આચાર્ય, દેવર્ષી ભટ્ટ, દેવર્ષી ત્રિવેદી અને પુનિત પુરોહિતે ભાવનગરની કલા પ્રિય પ્રજાનો ખુબ ખુબ આભાર વ્યક્ત કરે છે.
(તસવીર / અહેવાલ :- સુરેશ ત્રિવેદી, ભાવનગર)

Related posts

हम अभिनेता भाग्यशाली हैं : आयुष्मान

editor

‘लक्ष्मी बॉम्ब’ ऑस्ट्रेलिया, न्यूजीलैंड, यूएई में होगी रीलीज

editor

My family is a cricket-lover : Priyanka

aapnugujarat

Leave a Comment

UA-96247877-1