Aapnu Gujarat
Nationalઆંતરરાષ્ટ્રીય સમાચાર

યુક્રેનમાંથી પરત આવી રહેલા 16 હજાર મેડિકલ ના વિદ્યાર્થીઓનું આગામી સમયમાં શું થશે?

કેન્દ્ર સરકાર શિક્ષણ વિભાગ માટે પણ આ એક નવી ચેલેન્જ તરીકે ઉભરી છે કેમકે ઘણા વિદ્યાર્થીઓ છે કે તેઓ ડરના કારણે આગામી સમયમાં કદાચ ભણવા માટે પણ નહીં જાય

યુક્રેનની અંદર 20,000 જેટલા ભારતીયો ફસાયેલા હતા જેમાંથી ચાર હજારથી વધુ ભારતીયોને લાવવામાં આવ્યા છે પરંતુ તેમાં પણ 18 હજાર જેટલા વિદ્યાર્થીઓ છે. તેમાંથી 18 હજાર જેટલા વિદ્યાર્થીઓમાં મેડિકલ માં ભણતા 16 હજાર સ્ટુડન્ટ સામેલ છે.

 યુક્રેન માં ભણવા ગયેલા આ વિદ્યાર્થીઓમાથી કેટલાક નું પ્રેક્ટીકલ જ બાકી હતું. કેટલાકનું છેલ્લું વર્ષ બાકી હતું અને પરીક્ષા આપવાની હતી ત્યારે અન્ય કેટલાક વિદ્યાર્થીઓ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરી રહ્યા છે. જેથી કેટલાક તો હવે ભણવા પણ આ ડર થી નહીં જાય. તો પછી આ વિદ્યાર્થીઓના ભવિષ્ય નું શું? કેમ કે, મહિનાઓને વર્ષ પણ યુક્રેનને બેઠા થતા થઈ શકે છે. 

કેન્દ્ર સરકાર શિક્ષણ વિભાગ માટે પણ આ એક નવી ચેલેન્જ તરીકે ઉભરી છે કેમકે ઘણા વિદ્યાર્થીઓ છે કે તેઓ ડરના કારણે આગામી સમયમાં કદાચ ભણવા માટે પણ નહીં જાય ત્યારે આ વિદ્યાર્થીઓના કરિયરના હિતને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા આગામી સમયમાં વિદ્યાર્થીઓને સમાવવામાં આવે તે પ્રકારની વ્યવસ્થા પણ કદાચ કરવામાં આવી શકે છે. જોકે બીજી તરફ નિયમ છે કે મેડિકલ એડમિશન લેવા માટે નીટ પરીક્ષા પાસ કરવી જરૂરી છે. ત્યારે અનેક સવાલો ઉભા થઇ શકે છે.

Related posts

Air Canada Flight Emergency Landing due to bad weather, 33 Passengers Injured

aapnugujarat

દેશમુખના ભાવિનો નિર્ણય ટૂંક સમયમાં, પરમબીરે લગાવેલા આરોપો ગંભીર : પવાર

editor

પનામા પેપર્સમાં ઘેરાયા નવાઝ શરીફ, વકીલોએ ૭ દિવસમાં રાજીનામાની કરી માંગણી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1