Aapnu Gujarat
Uncategorized

પર્યાવરણ પ્રેમી દ્વારા જશમતપુર ગામની શાળામા પક્ષીધરનું વિતરણ

ધ્રાંગધ્રા શહેરમા છેલ્લા કેટલાય વષોઁથી પક્ષીઘર બનાવી તેને જુદી-જુદી જગ્યા પર લગાવી પક્ષીઓને આવ્યો આપતા પયાઁવરણ પ્રેમીઓ હજ્જારોની સંખ્યામા પક્ષીઘરનુ વિતરણ કરાયુ છે ત્યારે શહેરની સાથે ગ્રામ્ય વિસ્તારમા વધુ પડતા પક્ષીઓને માફક આવતી ખુલ્લી આબોહવા અને મન પસંદ વાતાવરણની અનુકુળતા લીધે જશમતપુર ગામે આવેલી પ્રાથમિક શાળા ખાતે પક્ષીઘર અપઁણ કરાયા હતા જેમા પયાઁવરણ પ્રેમીઓ દ્વારા પોતે આ સ્કુલની મુલાકાત લીધા બાદ સ્કુલના સ્ટાફને સાથે રાખી સ્કુલના જુદી-જુદી જગ્યા પર પક્ષીઘરને લગાવાયા હતા

આ તરફ શાળાના આચાયઁ શંભુભાઇ પટેલ દ્વારા પયાઁવરણ પ્રેમિઓ પોતાની સેવાકીય પ્રવૃતિ વિશે વિધાથીઁઓને માહિતગાર કરવા જણાવ્યુ હતુ જેને લઇ વિધાથીઁઓને પણ પયાઁવરણ વિશે માહિતી આપતા તમામ બાળકો દ્વારા વૃક્ષો તથા પક્ષીઓને તકલીફ પડે નહિ થયેલી રીતે જતન કરવાના પ્રણ લઇ પોતે પણ સેવાકીય પ્રવૃતિ કરી પયાઁવરણ બચાવશે તેમ જણાવ્યુ હતુ.

Related posts

લોકભારતી સણોસરા ખાતે ‘વિજ્ઞાન સર્વત્ર પૂજયતે’ વિજ્ઞાન સપ્તાહ સમાપન

editor

કેબીસીના નામે ફોન આવે તો ચેતજો

editor

સોમનાથ શોપિંગ સેન્ટરમાં આયોજિત ગણેશ ઉત્સવમાં સોમનાથ ટ્રસ્ટના જનરલ મેનેજર વિજસિંહ ચાવડા ઉપસ્થિત રહ્યાં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1