Aapnu Gujarat
ગુજરાત

ગુજરાતમાં પૂરને કારણે અત્યાર સુધીમાં ૨૧૩ માનવીઓ, ૪,૨૨૫ પશુઓનાં મરણ; ૧૭ હજારનો બચાવ

ગુજરાતના ઉત્તર ભાગમાં ભારે વરસાદ અને તેને કારણે આવેલા પૂરને લીધે અત્યાર સુધીમાં ૨૧૩ જણનાં મરણ થયા છે.
ગુજરાત પૂર નિયંત્રણ કક્ષ તરફથી મળેલી માહિતી અનુસાર પૂરને કારણે ૧૦ લાખથી વધુ પરિવારોને માઠી અસર પડી છે. ખેતીવાડીની જમીનની નુકસાનીનો અંદાજ હજી નક્કી કરવામાં આવી રહ્યો છે.
ઉત્તર ગુજરાતના બનાસકાંઠા, પાટણ જિલ્લાઓમાં ૪૦૦૦થી વધારે પશુઓ માર્યા ગયા છે.
કપાસની ખેતી કરતા આશરે ૫૦ હજાર કિસાનો એમનાં ખેતર તથા ઘરોમાં ઘૂસી ગયેલા પાણીનો નિકાલ કરવામાં હાલ વ્યસ્ત છે.
સૌથી વધારે માઠી અસર બનાસકાંઠા જિલ્લામાં થઈ છે. ત્યાં બે ગામ પૂરનાં પાણીમાં ડૂબાણ હેઠળ આવી જતાં એક જ પરિવારના ૧૭ સભ્યોનાં મરણ નિપજ્યાં હતાં.
ગુજરાત સરકારના રાહત કામગીરી વિભાગના ડાયરેક્ટર એ.જે. શાહનાં જણાવ્યા મુજબ, રાજ્યમાં આ વખતના ચોમાસામાં થયેલો મરણાંક હાલ વધીને ૨૧૩ થયો છે.લશ્કર, ભારતીય હવાઈ દળ, એનડીઆરએફ અને એસડીઆરએફના જવાનો તેમજ સ્થાનિક પોલીસો અને અગ્નિશામક દળના જવાનોની મદદથી અત્યાર સુધીમાં ૧૭,૮૦૦ લોકોને ઉગારી લેવામાં આવ્યા છે.
હજી કેટલાક વિસ્તારોમાં પૂરનાં પાણીમાં ઓસર્યાં નથી અને ત્યાં ફસાયેલાં લોકોને હેલિકોપ્ટર તથા બોટની મદદથી ઉગારવાની કામગીરી ચાલુ છે.

Related posts

ચૂંટણી આચારસંહિતા ભંગના કેસમાં કાંતિ અમૃતિયા, નીમાબેનને એક-એક વર્ષની કેદની સજા

aapnugujarat

ગુમાનપુરા ગામના મંદિર માટે રેતી લેવા ગયેલા ગ્રામજનો સાથે ચાંદોદ પોલીસ સ્ટેશનના કોન્સ્ટેબલનું ખરાબ વર્તન

editor

પ્રધાનમંત્રી ગ્રામ સિંચાઈ યોજના (ફેઝ-૨) અંતર્ગત રાજકોટ તાલુકાના બેડલા, ડેરોઈ, હડમતીયા (ગો.) ખાતે ભૂપતભાઈ બોદર ના અધ્યક્ષ સ્થાને ગ્રામસભાઓ યોજાઇ.

aapnugujarat

Leave a Comment

UA-96247877-1