Aapnu Gujarat
ગુજરાત

દેશવિદેશમાં વસતાં ભાઇઓ માટે પૂનમ પૂર્વે બહેનોએ રક્ષા મોકલવાની કરી શરુઆત

શ્રાવણ સુદ પૂનમ, રક્ષાબંધનને ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે અમદાવાદ શહેરના બજારમાં જુદીજુદી ડિઝાઇનની રાખડીઓ આવી ગઇ છે. શહેરના માણેક ચોક, દિલ્હી દરવાજાથી માંડી દરેક વિસ્તારની સિઝનેબલ દુકાનો -ખૂમચા-ફેરીયા સહિત તમામ જગ્યાએ રાખડીઓની ખરીદી શરુ થઇ ગઇ છે.હાલ બજારમાં નાના ગલગોટાથી માંડી મોતી કામ, કુંદન , ડાયમંડ, સોનાચાંદીની લકીથી બનાવેલી રાખડીઓ મળી રહી છે. આ વખતે બજારમાં એકદમ નવી અને ફ્રેશ ડિઝાઇનવાળી રાખડીઓ પણ જોવા મળી રહી છે. જેમાં બાળકો , ભાભી માટેની રાખડીઓમાં પણ વિવિધતા જોવા મળી રહી છે.  રુદ્રાક્ષ વાળી રાખડીઓની પણ એક વિશિષ્ટ ડિમાન્ડ જોવા મળી રહી છે.ભાઇ -બહેનના આ પવિત્ર તહેવારની ઉજવણી આમ તો પરિવારના સૌ ભેગાં મળી ઉજવવાનો પ્રયત્ન કરતાં હોય છે, પરંતુ આજના એકદમ ફાસ્ટ યુગમાં ભાઇ અથવા બહેન અભ્યાસ અર્થે, કારકિર્દી માટે કે પોતાના જીવનનિર્વાહ માટે દેશના અન્ય શહેરમાં કે વિદેશમાં વસવાટ કરે છે. ત્યારે રક્ષાબંધન પૂર્વે ભાઇને રાખડીઓ પહોંચાડવા માટે કુરિયર કે સ્પીડ પોસ્ટની સેવાઓ વધુ સક્રિય થઇ જાય છે. દેશના અન્યભાગો કે વિદેશમાં ઝડપથી રાખડીઓ પહોંચાડવા હાલ રાખડીઓનું બજાર કુરિયર સર્વિસ-પોસ્ટ ખાતું સક્રિય થઇ ગયું છે.

Related posts

ગાંધીનગરમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર અને વીરમાયાના કેલેન્ડર વહેંચાયા

aapnugujarat

ગોંડલમાં પતિએ પત્નીને મોતને ઘાટ ઉતારી દીધી

aapnugujarat

પદ્માવતની રિલીઝ માટે ગુજરાત કોર્ટમાં રિટ અરજી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1