Aapnu Gujarat
રાષ્ટ્રીય

કાયદો તોડવો એ ભારતીયોના લોહીમાં છેઃ મુખ્ય ન્યાયાધીશ ખેહર

સુપ્રીમ કોર્ટ ઓફ ઈન્ડિયાના મુખ્ય ન્યાયાધીશ જસ્ટીસ જે. એસ. ખેહરે સુપ્રીમ કોર્ટમાં એક કેસની સુનાવણી દરમિયાન કહ્યું કે, કાયદો તોડવો અને કોર્ટની અવગણના કરવી એ ભારતીયોના લોહીમાં સમાઈ ગયું છે. જાણે ભારતીય સંસ્કૃતિનો ભાગ હોય તે રીતે ભારતીયો કાયદાની અવમાનના કરે છે.
જસ્ટીસ ખેહરે કહ્યું કે, દેશના લોકો ઈચ્છતા હોય કે, દેશ ખરેખર પ્રગતિ કરે તો લોકોએ કાયદાનું પાલન કરવું જરુરી છે. જસ્ટીસ ખેહરે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે, કાયદાનું પાલન નહીં કરનારાને કોઈપણ સંજોગોમાં માફ કરવામાં નહીં આવે. પછી તે કોઈપણ સંપ્રદાય અથવા હોદ્દા પર હોય.દિલ્હીના લાજપત નગરમાં આવેલી એક ઈન્સ્ટીટ્યુટના હેડ તેના ઘરની બિલ્ડીંગનો ઉપયોગ કોમર્શીયલ હેતુ માટે કરી રહ્યા હતા. રહેણાંક વિસ્તારનો ઉપયોગ કોમર્શીયલ કામ માટે કરવો ગુનો છે.  આ કેસની સુપ્રીમ કોર્ટમાં ચાલી રહેલી સુનાવણી દરમિયાન ચીફ જસ્ટીસ ઓફ ઈન્ડિયા જે. એસ. ખેહરે ઉપરોક્ત વાત જણાવી હતી અને કહ્યું કે, કાયદો તોડવો એ ભારતીયોની આદત બની ગયો છે.જાણકારો જસ્ટીસ ખેહરના આ નિવેદનને જાણકારો વિજય માલ્યા સાથે જોડીને પણ જોઈ રહ્યા છે. આપને જણાવી દઈએ કે, વિજય માલ્યા કોર્ટના આદેશ છતાં કોર્ટમાં હાજર થયા નહતા, અને વારંવાર કોર્ટના આદેશની અવગણના કરતા આવ્યા છે.
વિજય માલ્યા ઉપર દેશની વિવિધ બેન્કોના ૯ હજાર કરોડથી વધુની રકમની ઉચાપત કરીને દેશ છોડીને લંડન ભાગી જવાનો આરોપ છે.જસ્ટીસ જે. એસ. ખેહરનો કાર્યકાળ આગામી ૨૪ ઓગષ્ટના રોજ પુરો થશે. તેમણે દેશના આગામી મુખ્ય ન્યાયાધીશની નિયુક્તિ અને તેમના ઉત્તરાધિકારીના રુપમાં જસ્ટિસ દિપક મિશ્રના નામનું સુચન કર્યું છે.

Related posts

વિજય માલ્યાએ ૬૦૦૦ કરોડ શેલ ઘણી કંપનીમાં ડાયવર્ટ કર્યા

aapnugujarat

આઇટી વિભાગને પડકારતી રોબર્ટ વાડ્રાની અરજી સુપ્રીમ કોર્ટે નામંજૂર કરી

aapnugujarat

लोकसभा ने उपभोक्ता संरक्षण विधेयक को मंजूरी दी

aapnugujarat

Leave a Comment

UA-96247877-1