Aapnu Gujarat
મનોરંજન

અક્ષય કુમાર ગોલ્ડ ફિલ્મમાં હોકી પ્લેયર નથી : અહેવાલ

ભૂમિ પેડનેકરની સાથે પોતાની પ્રથમ ફિલ્મ ટોઇલેટ એક પ્રેમ કથાની રજૂઆતને લઇને તૈયારી કરી રહેલા અક્ષય કુમારની આગામી ફિલ્મ ગોલ્ડને લઇને હવે વ્યસ્ત છે. હાલમાં અક્ષય કુમાર આ ફિલ્મના શુટિંગને લઇને લંડનમાં છે. અક્ષય કુમારે ફિલ્મના સંબંધમાં માહિતી આપતા કહ્યુ છે કે આ ફિલ્મમાં તે હોકી ખેલાડી તરીકેની ભૂમિકા અદા કરી રહ્યો નથી. હોકી ખેલાડીની ભૂમિકાની તૈયારી અંગે પુછવામાં આવતા અક્ષય કુમારે કહ્યુ હતુ કે મિડિયા પાસ કોઇ માહિતી આવી રહી છે. તે ફિલ્મમાં હોકી ખેલાડીની ભૂમિકામાં નથી. પોતાની આ ફિલ્મના પ્રથમ લુકને સોશિયલ મિડિયા પર રજૂ કરતા અક્ષય કુમારે કહ્યુ છે ક તેઓ એક નવા સફરની શરૂઆત કરવા જઇ રહ્યા છે. લક્ષ્ય ગોલ્ડથી ઓછા તરીકે નથી. ગોલ્ડ ફિલ્મ હોકી ખેલાડી બલબીરસિંહના જીવન પર આધારિત ફિલ્મ છે. આ ફિલ્મને હાલમાં ફરહાન અખ્તર અને રિતેશ સિદ્ધવાની પ્રોડ્યુસ કરી રહ્યા છે. ફિલ્મમાં અક્ષય કુમારની સાથે કૃણાલ કપુર, અમિત સાઘ અને ટેલિવીઝનની લોકપ્રિય અભિનેત્રી મોની રોય નજરે પડનાર છે. ફિલ્મને લઇને તમામ તૈયારી કરવામાં આવી રહી છે. અક્ષય કુમાર હાલમાં ટોઇલેટ એક પ્રેમ કથા ફિલ્મને લઇને વ્યસ્ત છે. ફિલ્મમાં અનેક સારા પાસા ઉમેરી દેવામાં આવ્યા છે. અક્ષય કુમારને બોલિવુડમાં સુપરસ્ટાર કલાકાર તરીકે ગણવામાં આવે છે. અક્ષય કુમાર હાલમાં જોલી એલએલબી અને રૂસ્તમ ફિલ્મમાં નજરે પડ્યો હતો. બન્ને ફિલ્મોમાં ચાહકોએ તેની ભૂમિકાની પ્રશંસા કરી હતી. હજુ તેની પાસે મોટા બજેટની કેટલીક ફિલ્મો રહેલી છે. અક્ષય કુમારે પોતાની કેરિયરમાં મોટા ભાગે એક્શન અન કોમેડી ફિલ્મમાં ભૂમિકા અદા કરી છે. હોકી પર આધારિત ફિલ્મને લઇને તે ભારે ખુશ છે.

Related posts

સ્ટાર સની લિયોન હકીકતમાં સિમ્પલ છે

aapnugujarat

રિતિક રોશનની સાથે કામ કરવાનું વાણીનું સપનું પૂર્ણ

aapnugujarat

ચિત્રાંગદા નિર્માણ અને એક્ટિંગ બંનેમાં સક્રિય રહેશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1