Aapnu Gujarat
મનોરંજન

ચિત્રાંગદા નિર્માણ અને એક્ટિંગ બંનેમાં સક્રિય રહેશે

પોતાની પ્રથમ ફિલ્મ હજારો ખ્વાઇશ એસી મારફતે બોલિવુડમાં પ્રવેશ કરનાર અને આઇટમ ગર્લ તરીકે છેલ્લા કેટલાક વર્ષોમાં અનેક લોકપ્રિય ગીતમાં નજરે પડી ચુકેલી ચિત્રાંગદા હવે ફિલ્મ નિર્માણની સાથે સાથે એક્ટિંગ બંનેમાં સક્રિય રહેવા માટે ઇચ્છુક છે. થોડાક સમય સુધી ફિલ્મોથી દુર હતી પરંતુ હવે પર્સનલ મુશ્કેલીમાંથી બહાર નિકળીને ફરી સંપૂર્ણ પણે સક્રિય થઇ ગઇછે. તેનુ કહેવુ છે કે તે પોતાની લાઇફમાં જે કરઇ પણ નિર્ણય કર્યા છે તેના કારણે સંપૂર્ણ સંતુષ્ટ છે. કોઇ પણ દુખ નથી. તેનુ કહેવુ છે કે તે ફિલ્મોની સાથે સાથે ટીવી અને ફિલ્મ નિર્માણના ક્ષેત્રમાં પણ હાથ અજમાવી રહી છે. તેનુ કહેવુ છે કે હવે તેની પ્રાથમિકતા બદલાઇ રહી છે. ચિત્રાંગદા હવે ચારેબાજુ કમબેક કરી રહી છે. ફિલ્મોમાં કામ કરી રહી છે. ટીવી પર નજરે પડી રહી છે. ફિલ્મ નિર્માણમાં પણ હાથ અજમાવી રહી છે. ફિલ્મ નિર્માણ કરવા માટે તે ઇચ્છુક છે. એક અભિનેત્રી, નિર્માત્રી અને સિગલ મધર તરીકે તે ભૂમિકા અદા કરી રહી છે. તેનુ કહેવુ છે કે જ્યારે તે બ્રેક પર હતી ત્યારે તેની ઓળખ હોકી ખેલાડી સંદીપ સિંહ સાથે થઇ હતી. વર્લ્ડ કપ પહેલા તે મોટી દુર્ઘટનાનો શિકાર થયો હતો અને છતાં તે ટીમમાં સ્થાન મેળવી લેવામાં સફળ રહ્યો હતો ત્યારે તે પ્રભાવિત થઇ હતી. તેનુ કહેવુ છે કે સંદીપ સિંહ જેવા લોકો ખરેખર હિરો છે. તેમની પટકથા લોકો નિહાળે તે જરૂરી છે. તેનુ કહેવુ છે કે નિર્માણના ક્ષેત્રે તે એકલી નથી. તેની સાથે પાર્ટનર પણ છે. તેનુ કહેવુ છે કે તેને કોમેડી શો જજ કરવાની ઓફર થઇ રહી છે. પરંતુ તે કોમેડી શો કરી રહી ન હતી. કારણ કે તેને લાગ્યુ કે તે આવા રોલ માટે ફિટ બેસતી નથી. ચિત્રાંગદા હાલમાં બોલિવુડ ફિલ્મોની સાથે સાથે અન્ય ભાષાની ફિલ્મો પણ કરી રહી છે. તે બોલિવુડમાં હોટ અને બોલ્ડ સ્ટાર તરીકેની છાપ ધરાવે છે.

Related posts

Akshay, Kareena starrer ‘Good News’ likely to release on December 27

aapnugujarat

ફિલ્મી સ્ક્રીન પર સંજય દત્તની કેરિયરને દર્શાવાશે : રણબીર

aapnugujarat

રણબીર સાથે લીવ ઇન રિલેશનશીપમાં નહિ રહું : આલિયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1