Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

ઉત્તર કોરિયામાં ખુશ રહેવા પર સરકારે પ્રતિબંધ લગાવી દીધો

ઉત્તર કોરિયા શોકમાં છે. આ તેના ભૂતપૂર્વ નેતા કિમ જાેંગ ઇલની ૧૦મી વર્ષગાંઠનો શોક છે. પૂર્વ નેતાના નિધનના ૧૦ વર્ષ પૂરા થવા પર ઉત્તર કોરિયાના લોકો પર ૧૧ દિવસનો પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. આ દરમિયાન દેશની જનતા ન તો હસી શકે છે અને ન તો દારૂ પી શકે છે. સરકારી અધિકારીઓએ કિમ જાેંગ ઈલના મૃત્યુની યાદમાં લોકો સાથે કોઈપણ પ્રકારની ખુશી વ્યક્ત ન કરવા કડક આદેશ આપ્યા છે. કિમ જાેંગ ઇલ ૧૯૯૪ થી ૨૦૧૧ સુધી ઉત્તર કોરિયા પર શાસન કર્યું, જ્યારે તેનું મૃત્યુ થયું.
ડેઈલીમેલના સમાચાર અનુસાર, કિમ જાેંગ ઈલ બાદ તેમના ત્રીજા અને સૌથી નાના પુત્ર કિમ જાેંગ ઉને દેશની કમાન સંભાળી છે. હવે તેમના મૃત્યુની ૧૦મી વર્ષગાંઠ પર ઉત્તર કોરિયાના લોકોને ૧૧ દિવસનો ‘કડક’ શોક મનાવવાનો આદેશ આપવામાં આવ્યો છે. આ દરમિયાન કોઈ પણ વ્યક્તિ હસીને કે દારૂ પીને પોતાની ખુશી વ્યક્ત કરી શકતી નથી. રેડિયો ફ્રી એશિયા સાથે વાત કરતા સિનુઇજુ શહેરના રહેવાસીએ કહ્યું કે શોકના સમયગાળા દરમિયાન અમે દારૂ પી શકતા નથી, હસી શકતા નથી અથવા અન્ય સુખદ પ્રવૃત્તિઓ કરી શકતા નથી.
કિમ જાેંગ ઇલનું ૧૭ ડિસેમ્બરના રોજ અવસાન થયું હતું, તેથી આ દિવસે કોઈ પણ વ્યક્તિ સામાન ખરીદવા માટે માર્કેટમાં નહીં જઈ શકે. સૂત્રોના જણાવ્યા અનુસાર, ઇતિહાસમાં જે લોકો શરાબનું સેવન કરતા અથવા શોક દરમિયાન આનંદ માણતા જાેવા મળ્યા હતા તેમની ધરપકડ કરવામાં આવી હતી અને વૈચારિક ગુનેગારો તરીકે સજા કરવામાં આવી હતી. અધિકારીઓ તેમને લઈ ગયા અને તેઓ ફરી ક્યારેય જાેવા મળ્યા નહીં. અહેવાલ મુજબ, જાે કોઈના પરિવારમાં શોક દરમિયાન કોઈનું મૃત્યુ થાય છે, તો પણ તેમને મોટેથી રડવાની મંજૂરી નથી અને તેઓ શોક સમાપ્ત થયા પછી જ મૃતદેહને બહાર કાઢી શકે છે.
એવું કહેવાય છે કે આ દરમિયાન લોકો પોતાનો જન્મદિવસ ઉજવી શકતા નથી. બીજા સ્ત્રોતે જણાવ્યું હતું કે પોલીસ અધિકારીઓને લોકો પર સતત નજર રાખવા માટે કહેવામાં આવ્યું છે કે જેથી તેઓ પર્યાપ્ત શોક કરે. ઉત્તર કોરિયાના ક્રૂર સરમુખત્યાર કિમ જાેંગ ઇલનું ૧૭ ડિસેમ્બર ૨૦૧૧ના રોજ ૬૯ વર્ષની વયે હૃદયરોગના હુમલાથી અવસાન થયું હતું. તેમણે ૧૭ વર્ષ સુધી દેશ પર શાસન કર્યું. ઉત્તર કોરિયામાં દર વર્ષે આ શોક મનાવવામાં આવે છે જે ૧૦ દિવસનો હોય છે. પરંતુ આ વખતે તેમના મૃત્યુના ૧૦ વર્ષ પૂરા થવા પર ૧૧ દિવસ થશે.

Related posts

Strike on PoK terrorist launch pad to give message to Pakistan’s friendly nations

aapnugujarat

ब्रह्मोस को टक्कर देने के लिए चीन ने बनाई मिसाइल

aapnugujarat

ભારતમાં સ્થિતિ ખરાબ, કોરોનાના સાચા આંકડા બતાવે સરકાર : WHO

editor

Leave a Comment

UA-96247877-1