Aapnu Gujarat
આંતરરાષ્ટ્રીય સમાચાર

કિમ જાેંગનો ઉત્તર કોરિયાની પ્રજાને ક્રૂર આદેશ

કિમ જાેંગ ઉને ખાદ્યાન્ન સંકટ માટે કેટલાંય કારણોને જવાબદાર ગણાવતા કહ્યું કે ખાદ્યાન્નનું સંકટ ખૂબ જ ચિંતાજનક થઇ ગયું છે કારણ કે કૃષિ ક્ષેત્ર ખાદ્યાનના ઉત્પાદનની યોજનામાં નિષ્ફળ સાબિત થયા છે. ઉત્તર કોરિયા પર કેટલાંય પ્રકારના આંતરરાષ્ટ્રીય પ્રતિબંધો લાગેલા છે તેના કારણે ખાદ્ય સંકટ વધુ ગંભીર થઇ ગયું છે. આ સિવાય કોરોના વાયરસ અને પાછળ આવેલા દરિયાઇ તોફાન પણ આ સંકટ માટે જવાબદાર છે. તેની સાથે જ અધિકારીઓની તરફથી એ વાત પર પણ ભાર મૂકવામાં આવ્યો છે કે ૨૦૨૫ની પહેલાં ઉત્તર કોરિયા અને ચીનની વચ્ચે કસ્ટમ ડ્યુટીને ફરીથી સ્થાપિત કરવાની સંભાવના ખૂબ ઓછી છે. કિમ જાેંગ ઉને થોડાંક સમય પહેલાં એટલે સુધી સ્વીકાર કર્યો હતો કે દેશ ‘સૌથી ખરાબ સ્થિતિ’નો સામનો કરી રહ્યું છે.ભરપેટ ખાવા માટે વલખાં મારતા ઉત્તર કોરિયાની પ્રજાને તાનાશાહ કિમ જાેંગે એવો આદેશ આપ્યો છે કે બધા ૨૦૨૫ સુધી ઓછું ખાય. જીવતા બચવું હોય તો ઓછું ખાજાે. કિમ જાેંગ પોતાના આ તગલખી આદેશ દ્વારા ઉત્તર કોરિયામાં ખાદ્યાન્ન સંકટને ઓછું કરવા માંગે છે. ઉત્તર કોરિયામાં પુરવઠાની ઘટના લીધે ખાદ્યાન્નના ભાવ ખૂબ જ વધી ગયા છે. સ્થિતિ એવી છે કે ઉત્તર કોરિયન લોકોની માંગ જ પૂરી થઇ શકતી નથી.

Related posts

PM Khan’s tenure, military retained dominant influence over foreign, security policies : US Congressional report

aapnugujarat

उ. कोरिया ने फिर दागीं दो मिसाइलें

aapnugujarat

बहुत जल्दी नासा कर सकता है एलियन्स के वजूद से जुड़ा खुलासा

aapnugujarat

Leave a Comment

UA-96247877-1