Aapnu Gujarat
રાષ્ટ્રીય

પેટ્રોલ – ડીઝલના ભાવ લીટરે ૧૫૦ રૂપિયા પહોંચવાના સંકેત

દેશમાં પેટ્રોલ અને ડીઝલની કિંમત નવી ઊંચાઈએ પહોંચી છે. ઓઇલ કંપનીઓએ બે દિવસના વિરામ બાદ પેટ્રોલ-ડીઝલની કિંમતમાં ફરી વધારો કર્યો છે. દેશની રાજધાની નવી દિલ્હીમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં લીટરે ૩૫ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. આ સાથે જ નવી દિલ્હીમાં પેટ્રોલની કિંમત ૧૦૭.૯૪ રૂપિયા પ્રતિ લીટર થઈ છે, જ્યારે ડીઝલની કિંમત ૯૬.૬૭ રૂપિયા પ્રતિ લીટર પહોંચી છે. બીજી બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સાક્સ તરફથી એક અહેવાલ પ્રગટ કરવામાં આવ્યો છે, જે ખૂબ જ ચોંકાવનારો છે. આ અહેવાલ સાચો ઠરે તો આવતા વર્ષે ભારતમાં પેટ્રોલની કિંમત ૧૫૦ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૧૪૦ રૂપિયા પ્રતિ લીટર આસપાસ પહોંચી શકે છે. આ સાથે જ મુંબઈમાં એક લીટર પેટ્રોલની કિંમત ૧૧૩.૮૦ રૂપિયા અને ડીઝલની કિંમત ૧૦૪.૭૫ રૂપિયા પ્રતિ લીટર થઈ છે. ચેન્નાઈમાં પેટ્રોલની કિંમત ૧૦૪.૮૩ રૂપિયા પ્રતિ લીટર થઈ છે. દેશના ચાર મેટ્રો શહેરમાં પેટ્રોલ અને ડીઝલની સૌથી વધારે કિંમત મુંબઈમાં છે. ઉલ્લેખનીય છે કે વેટના દર અલગ અલગ હોવાથી દરેક રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતમાં ફેરફાર હોય છે. આ ઉપરાંત ટ્રાન્સપોર્ટેશન ચાર્જ અલગ અલગ હોવાથી એક જ રાજ્યના અલગ અલગ શહેરમાં ભાવમાં તફાવત હોય છે. અહેવાલ પ્રમાણે ગ્લોબલ ફાઇનાન્સિયલ બ્રોકરેજ કંપની ગોલ્ડમેન સાક્સ તરફથી તાજેતરમાં એક સંશોધન અહેવાલ રજૂ કરવામાં આવ્યો છે. જેમાં કંપનીએ અંદાજ લગાવ્યો છે કે ક્રૂડ ઓઇલના ભાવ આગામી વર્ષે પ્રતિ બેરલ ૧૧૦ બેરલની સપાટીએ પહોંચી શકે છે. આ કિંમત હાલના ૮૫ ડોલર પ્રતિ બેરલની કિંમતથી ૩૦% વધારે છે. ગોલ્ડમેન્ટ સાક્સના ઓઇલ એનાલિસ્ટોનું માનવું છે કે ક્રૂડ ઓઇલની માંગ અને પુરવઠા વચ્ચે જે અસમાનતા છે તેનાથી ક્રૂડ ઓઇલનો ભાવ આસમાને પહોંચી શકે છે. ક્રૂડ ઓઇલની હાલની માંગ લગભગ કોવિડ પહેલાથી સ્થિતિએ પહોંચી ગઈ છે. આ કિંમતમાં આવતા વર્ષે ઉછાળાની સંભાવના રહેલી છે. પેટ્રોલ પેદાશો પર જાે ૩૦ ટકાનો વધારો થાય તો ભારતમાં આ હિસાબે પેટ્રોલની કિંમત ૧૫૦ રૂપિયા પ્રતિ લીટર અને ડીઝલની કિંમત ૧૪૦ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી શકે છે. આજે (૨૭ ઓક્ટોબર) દેશના આર્થિક પાટનગર મુંબઈમાં પેટ્રોલની કિંમત ૧૧૩.૮૦ રૂપિયા અને ડીઝલની કિંમત ૧૦૪.૭૫ રૂપિયા પ્રતિ લીટર પર પહોંચી છે. ગોલ્ડમેન સાક્સનું કહેવું છે કે વિશ્વમાં હાલ દૈનિક ક્રૂડ ઓઇલની માંગ ૯૯ મિલિયન બેરલ છે, જે બહુ ઝડપથી તે પ્રતિદિન ૧૦૦ મિલિયન બેરલ થઈ શકે છે. એટલે કે દૈનિક ક્રૂડ ઓઇલની માંગ કોવિડ પહેલાની સ્થિતિ પ્રમાણે થઈ જશે. એકબાજુ પેટ્રોલ-ડીઝલના ભાવ વધી રહ્યા છે તો બીજી તરફ સીએનજીની કિંમતમાં પણ સતત વધારો થઈ રહ્યો છે. સીએનજી કંપનીઓ પણ સતત ભાવ વધારો કરી રહી હોવાથી રિક્ષા ચાલકોથી લઈને સીએનજી ફ્યૂઅલ વ્હીકલ ધરાવતા લોકો પરેશાન છે.

Related posts

ભારત અંતરિક્ષ મહાશક્તિ તરીકે ઉભર્યું : લાઇવ સેટેલાઇટને તોડ્યું

aapnugujarat

No one being forced to raise ‘Jai Shri Ram’ slogans, nothing to feel bad about such chants : UP CM

editor

पुणे में मेवाणी पर हिंसा को भड़काने का मुकदमा दर्ज

aapnugujarat

Leave a Comment

UA-96247877-1