Aapnu Gujarat
શિક્ષણ

ઉત્તરપ્રદેશમાં વડાપ્રધાને ૯ મેડિક્લ કોલેજાેની ભેટ આપી

વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે તે સાચું જ કહે છે- ‘જાકે પગ ના ફટી બિવાઈ, વો ક્યા જાને પીર પારઇ’. ૨૦૧૪ પહેલા, આપણા દેશમાં તબીબી બેઠકો ૯૦ હજારથી ઓછી હતી. છેલ્લા ૭ વર્ષમાં દેશમાં ૬૦ હજાર નવી મેડિકલ બેઠકો ઉમેરવામાં આવી છે. જ્યારે ઉત્તર પ્રદેશમાં ૨૦૧૭ સુધી સરકારી મેડિકલ કોલેજાેમાં માત્ર ૧૯૦૦ મેડિકલ બેઠકો હતી. જ્યારે ડબલ એન્જિનની સરકારમાં છેલ્લા ચાર વર્ષમાં ૧૯૦૦ થી વધુ બેઠકો વધી છે. પીએમ મોદીએ કહ્યું કે યુપીના ભાઈઓ અને બહેનો ભૂલી શકતા નથી કે કેવી રીતે સીએમ યોગી આદિત્યનાથે સંસદમાં યુપીની નબળી તબીબી વ્યવસ્થાની વ્યથા વર્ણવી હતી. ત્યારે યોગીજી મુખ્યમંત્રી ન હતા, સાંસદ હતા. મને હંમેશા એ વાતનો અફસોસ રહેશે કે જે સરકાર અહીં પહેલા હતી તેણે અમને સાથ ન આપ્યો. તેમણે વિકાસના કામોમાં રાજકારણ લાવ્યું, કેન્દ્રની યોજનાઓને અહીં યુપીમાં આગળ વધવા દીધી નહીં. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે પૂર્વાંચલની છબી અગાઉની સરકારોએ બગાડી હતી. પૂર્વાંચલ જે એન્સેફાલીટીસના કારણે કરુણ મોતને કારણે બદનામ થયું હતું. એ જ પૂર્વાંચલ, એ જ ઉત્તરપ્રદેશ પૂર્વ ભારતને આરોગ્યનો નવો પ્રકાશ આપવા જઈ રહ્યું છે. પીએમ મોદીએ વધુમાં કહ્યું કે ૯ નવી મેડિકલ કોલેજાેના નિર્માણ સાથે લગભગ અઢી હજાર નવા બેડ તૈયાર કરવામાં આવ્યા છે. અહીં ૫ હજારથી વધુ ડોકટરો અને પેરામેડિક્સ માટે નવી રોજગારીની તકો ઉભી કરવામાં આવી છે. આ સાથે દર વર્ષે સેંકડો યુવાનો માટે તબીબી શિક્ષણનો નવો માર્ગ ખુલ્યો છે.ઉત્તરપ્રદેશમાં ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી ની યુપીની મુલાકાત શરૂ થઈ ગઈ છે . આજે પીએમ મોદી સિદ્ધાર્થનગર અને વારાણસી આવવાના છે. અહીં તેઓ અનેક પ્રોજેક્ટનો શિલાન્યાસ કરશે અને પીએમ આર્ત્મનિભર સ્વસ્થ ભારત યોજનાની શરૂઆત કરશે.પીએમ મોદીએ આજે યુપીના સિદ્ધાર્થનગર માં ઉત્તર પ્રદેશની ૯ મેડિકલ કોલેજ નું ઉદ્‌ઘાટન કર્યું હતું. વડાપ્રધાને સિદ્ધાર્થનગર, એટાહ, હરદોઈ, પ્રતાપગઢ, ફતેહપુર, દેવરિયા, ગાઝીપુર, મિર્ઝાપુર અને જૌનપુર જિલ્લામાં સ્થિત મેડિકલ કોલેજાેનું ઉદ્‌ઘાટન કર્યું હતું. પીએમ મોદીએ કહ્યું કે વર્ષોથી ડબલ એન્જિન વાળી સરકારે ગરીબોને વધુ સારી આરોગ્ય સુવિધાઓ આપવાનો નિષ્ઠાવાન પ્રયાસ કર્યો છે. અમે દેશમાં એક નવી આરોગ્ય નીતિ અમલમાં મૂકી, જેથી ગરીબોને સસ્તી સારવાર મળે અને તેઓ રોગોથી પણ બચી શકે. અહીં યુપીમાં પણ ૯૦ લાખ દર્દીઓને આયુષ્માન ભારત હેઠળ મફત સારવાર મળી છે. આયુષ્માન ભારતને કારણે આ ગરીબોના લગભગ એક હજાર કરોડ રૂપિયા સારવાર પાછળ ખર્ચાતા બચી ગયા છે.

Related posts

રાજ્યભરમાં એપ્રેન્ટિસશીપ તાલીમ યોજના લાગૂ કરાઈ

aapnugujarat

ધોરણ-૧૨ સાયન્સનું ૭૧.૯૦ ટકા રિઝલ્ટ : ૨૫૪ને A1 ગ્રેડ

aapnugujarat

ગાંધીનગરમાં ૩૨૦૦૦ હજાર વિદ્યાર્થીઓ અનપઢ!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1