Aapnu Gujarat
રમતગમત

કુશીનગર એરપોર્ટનુ વડાપ્રધાનએ ઉદ્ધાટન કર્યું

વડાપ્રધાન મોદીએ કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્‌ઘાટન કર્યું તે પૂર્વાંચલ અને બૌદ્ધ ધર્મ માટે અનેક રીતે ખાસ છે. કાર્યક્રમ દરમિયાન સિંધિયાએ દિલ્હીથી કુશીનગર માટેની સીધી ફ્લાઈટ ૨૬ નવેમ્બરથી શરૂ થશે તથા ૧૮ ડિસેમ્બરના રોજ કુશીનગરને મુંબઈ અને કોલકાતા સાથે જાેડવામાં આવશે તેવી માહિતી આપી હતી. કેન્દ્રીય નાગરિક ઉડ્ડયન મંત્રી જ્યોતિરાદિત્ય સિંધિયાએ વડાપ્રધાન મોદીનું કુશીનગરમાં સ્વાગત કર્યું હતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે કુશીનગર ઈન્ટરનેશનલ એરપોર્ટનું ઉદ્‌ઘાટન કર્યું હતું. આ સાથે જ વિભિન્ન વિકાસ પરિયોજનાઓના શિલાન્યાસનું પણ આયોજન છે. વડાપ્રધાન મોદી કુશીનગર મહાપરિનિર્વાણ મંદિરમાં ‘અભિધમ્મ દિવસ’ પર આયોજિત એક સમારંભમાં પણ ભાગ લેશે. પોતાના સંબોધન દરમિયાન વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, ભારત બૌદ્ધ સમાજની આસ્થા-શ્રદ્ધાનું કેન્દ્ર છે. વડાપ્રધાન મોદીએ જણાવ્યું કે, આજે કુશીનગર દુનિયા સાથે જાેડાઈ ગયું છે. બધાના સાથ વડે બધાનો વિકાસ થઈ રહ્યો છે. વધુમાં જણાવ્યું કે, એરપોર્ટના કારણે ફક્ત પર્યટનને પ્રોત્સાહન જ નહીં મળે, તેનાથી ખેડૂતો, પશુપાલકો, નાના બિઝનેસમેન વગેરેને પણ ફાયદો થશે. રોજગારના નવા અવસર મળશે. આગામી ૩-૪ વર્ષમાં દેશમાં ૨૦૦ કરતા વધારે એરપોર્ટ, સીપૌડનું નેટવર્ક ઉભું કરવાનો પ્રયત્ન છે. કુશીનગર એક આતંરરાષ્ટ્રીય બૌદ્ધ તીર્થસ્થળ છે જ્યાં ભગવાન ગૌતમ બુદ્ધનું મહાપરિનિર્વાણ થયું હતું. કુશીનગર આંતરરાષ્ટ્રીય વિમાની મથકના ઉદ્‌ઘાટનના અવસર પર ત્યાં શ્રીલંકાના કોલંબો ખાતેથી આવેલું વિમાન ઉતર્યું હતું જેમાં ૧૦૦થી વધારે બૌદ્ધ ભિક્ષુઓ સહિત અન્ય અધિકારીઓ પણ સામેલ હતા.

Related posts

भारत ने नंबर ४ के लिए ठीक से योजना नहीं बनाई थी : युवराज सिंह

aapnugujarat

विंडीज दौरा : नए चेहरों को मिल सकता है मौका, चयन 19 जुलाई को होगा

aapnugujarat

આઈપીએલ : આજે બેંગ્લોર-ચૈન્નઈ વચ્ચે રોચક જંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1