Aapnu Gujarat
બિઝનેસ

ફ્લિપકાર્ટ અને એમેઝોન દિવાળીએ ધમાકેદાર ઓફર્સ લાવશે

એમેઝોન ધ ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવ સેલ ૧૦ ઓક્ટોબર સુધી ચાલશે.માઈક્રોસાઈટ એક્ટિવ થઈ છે. તે પ્રમાણે, સેલમાં ઇંઉઋઈ બેંકના ગ્રાહકોને ૧૦%નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. ‘નો કોસ્ટ ઊખઈં’ અને એક્સચેન્જ ઓફરનો પણ લાભ મળશે. એમેઝોન પ્રાઈમ મેમ્બરશિપ ધરાવતા ગ્રાહકો માટે આ સેલ જલ્દી શરૂ થશે. આ સેલમાં ગ્રાહક ૫૦૦૦ રૂપિયા સુધીનું સેવિંગ કરી શકશે. સેલમાં ૨૦ લાખ પ્રોડક્ટ્‌સ પર એમેઝોન કૂપન મળશે. સેલમાં કેટલીક કંપની નવી પ્રોડક્ટ્‌સ પણ લોન્ચ કરશે. એમેઝોન પે અને ઈંઈઈંઈઈં બેંક ક્રેડિટ કાર્ડ પર ૩% રિવોર્ડ પોઈન્ટ મળશે. બજાજ ફિનસર્વ કાર્ડથી ‘નો કોસ્ટ ઊખઈં’ પર પ્રોડક્ટ્‌સ ઘરે લાવી શકાશે. કંપની ૨૫ હજાર રૂપિયા સુધીનું એક્સચેન્જ બોનસ પણ આપશે.ફેસ્ટિવલ સિઝન શરૂ થવાની સાથે જ વર્ષનો સૌથી મોટો શોપિંગ ફેર એમેઝોન અને ફ્લિપકાર્ટ પર શરૂ થશે. એમેઝોન પર ‘ગ્રેટ ઈન્ડિયન ફેસ્ટિવ’ અને ફ્લિપકાર્ટ પર ‘ધ બિગ બિલિયન ડેઝ’ નામનો સેલ શરૂ થવાનો છે. બંને સેલ ૩ ઓક્ટોબરથી શરૂ થશે. જેમાં ઈલેક્ટ્રોનિક્સ, ગેજેટ્‌સ, હોમ અપ્લાયન્સિસ, ફેશન, સ્માર્ટફોન, ગ્રોસરી સહિતની પ્રોડક્ટ ઉપર ડિસ્કાઉન્ટ મળશે. ફ્લિપકાર્ટ પર ‘પ્રી બુક’ સેલ ૨૯ સપ્ટેમ્બરથી ૧ ઓક્ટોબર સુધી ચાલશે. આ સેલમાં માત્ર ૧ રૂપિયો આપી પ્રોડક્ટ બુક કરાવી શકાશે. ફ્લિપકાર્ટ એપ અને વેબસાઈટ બંને પર આ સેલનો લાભ મળશે. ૧ રૂપિયો આપી પ્રોડક્ટ બુક કરી બાકીનું પેમેન્ટ ૩ ઓક્ટોબરે કરી શકાશે. આ સેલ ૧૦ ઓક્ટોબર સુધી ચાલશે. માઈક્રો સાઈટ પ્રમાણે એક્સિસ બેંક અને ઈંઈઈંઈઈં બેંકના ગ્રાહકોને સેલમાં ૧૦%નું ઈન્સ્ટન્ટ ડિસ્કાઉન્ટ મળશે. પેટીએમ પણ તેના ગ્રાહકોને ગેરન્ટેડ કેશબેક આપશે. આ સિવાય ‘નો કોસ્ટ ઊખઈં’ અને એક્સચેન્જ ઓફર પણ મળશે. આ સેલ દરમિયાન મધ્ય રાત્રિએ ૧૨ વાગ્યે અને સવારે ૮ તેમજ ૪ વાગ્યે ‘ક્રેઝી ડીલ્સ’નો લાભ મળશે. આ ટાઈમ પર પ્રોડક્ટ સસ્તાંમાં ખરીદી શકાશે. કંપની ‘બાય મોર સેવ મોર’ હેઠળ ૩ પ્રોડક્ટ પર ૫%, ૨ પ્રોડક્ટ પર ૫%, ૫ પ્રોડક્ટ પર ૧૦% અને ૩ પ્રોડક્ટ પર ૧૦%નું ડિસ્કાઉન્ટ આપે છે.

Related posts

मूडीज ने भारत की आर्थिक वृद्धि दर घटाई

aapnugujarat

ટીપ એન્ડ ટો-ધ નેઈલ કલબ દ્વારા અમદાવાદમાં નેઈલ સલૂન અને સ્પાનો પ્રારંભ

aapnugujarat

સેંસેક્સ ૧૦૬ પોઇન્ટ ઘટીને બંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1