Aapnu Gujarat
બિઝનેસ

૧ મહિનામાં ઝુનઝુનવાલાએ ૯૦૦ કરોડની કમાણી કરી

એપ્રિલથી જૂન ૨૦૨૧ના ક્વાર્ટર માટે ટાઇટન કંપનીના શેર હોલ્ડિંગની પેટર્ન અનુસાર બિગ બુલની પાસે ૩૩૦૧૦૩૯૫ શેર છે. જ્યારે રેખા ઝુનઝુનવાલા પાસે ૯૬૪૦૫૭૫ શેર છે. તો બિગ બુલ અને તેમની પત્ની દ્વારા કુલ મળીને ટાઇટનના શેર ૪૨૬૫૦૯૭૦ છે. સપ્ટેમ્બર ૨૦૨૧માં કંપનીના શેરમાં ૧૯૨૧.૬૦ રૂપિયા પ્રતિ શેરથી વધીને ૨૦૯૨.૫૦ના સ્તરે પહોંચી ગયો. આ સમયમાં કંપનીના શેરમાં ૧૭૦.૯૦ રૂપિયાનો વધારો જાેવા મળ્યો છે. તો રાકેશ ઝુનઝુનવાલાએ પોતાની ટાઇટન શેર હોલ્ડિંગથી ૭૨૮૯૦૫૦૭૭૩ એટલે કે ૭૨૮.૯૦ કરોડ રૂપિયા કમાયા છે.જ્યાં શેર બજાર રોકેટની સ્પીડે ભાગી રહ્યું છે. તેવી જ રીતે માર્કેટના વર્તમાન બિગબુલ રાકેશ ઝુનઝુનવાલાના પોર્ટફોલિયોના શેરોમાં પણ તેજી જાેવા મળી રહી છે. સૌથી ખાસ વાત તો એ છે કે રાકેશ ઝુનઝુનવાલાએ રતન ટાટાની બે કંપનીઓના શેરોથી માત્ર સપ્ટેમ્બર મહિનામાં જ ૯૦૦ કરોડ રૂપિયાની કમાણી કરી છે. તો સામાન્ય રોકાણકારોને પણ ફાયદો થયો છે. આ બે કંપનીઓના નામ છે ટાટા મોટર્સ અને ટાઈટન લિમિટેડ. પાછલા એક મહિનામાં ટાટા મોટર્સના શેરની કિંમત લગભગ ૧૩ ટકાનો વધારો જાેવા મળ્યો છે. ટાઇટન કંપનીના શેર આ સમયમાં ૧૧.૪૦ ટકા વધ્યા છે. આ બંને શેરોમાં તેજીના કારણે રાકેશ ઝુનઝુનવાલાની કુલ સંપત્તિ આ મહિને લગભગ ૮૯૩ કરોડ રૂપિયા વધી ગઇ છે. એપ્રિલ થી જૂન ૨૦૨૧ ક્વાર્ટર માટે ટાટા મોટર્સના શેર હોલ્ડિંગ પેટર્ન અનુસાર બિગ બુલની પાસે ૩૭૭૫૦૦૦૦ શેર છે. સપ્ટેમ્બર ૨૦૨૧માં ટાટા મોટર્સના શેર પ્રાઈસ હિસ્ટ્રીથી જાણ થાય છે કે દ્ગજીઈ પર ઓટો સ્ટોક ૨૮૭.૩૦ રૂપિયાથી વધીને ૩૩૧ રૂપિયા પ્રતિ શેર થઇ ગયા છે. એટલે આ દરમિયાન શેરની કિંમતમાં ૪૩.૭૦ રૂપિયાની શુદ્ધ વૃદ્ધિ જાેવા મળી છે. માટે રાકેશ ઝુનઝુનવાલાને સપ્ટેમ્બર ૨૦૨૧માં પોતાની ટાટા મોટર્સની શેર હોલ્ડિંગથી ૧૬૪૯૬૭૫૦૦૦ એટલે કે ૧૬૪૯૬૭૫ કરોડ રૂપિયા કમાયા છે.

Related posts

સેન્સેક્સમાં ૩૫૬ પોઈન્ટનો કડાકો

aapnugujarat

बाबा रामदेव ने खरीदी खाद्य तेल कंपनी रुचि सोया

aapnugujarat

પીએનબી કૌભાંડઃ ઇડીની નીરવ મોદીની ૭૦૦૦ કરોડની સંપત્તિ જપ્ત કરવા માંગ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1