Aapnu Gujarat
રાષ્ટ્રીય

ટ્રેનના એસી ડબ્બામાં રેલવે બ્લેન્કેટ નહીં આપે

ટ્રેનોમાં અને પ્લેટફોર્મ ઉપર સાફ સફાઈ અને આરોગ્યને લઇને રેલવેની કેગના અહેવાલમાં જોરદાર ઝાટકણી કાઢવામાં આવ્યા બાદ રેલવે મંત્રાલય દ્વારા નવી કેટલીક તૈયારીઓ હાથ ધરવામાં આવી છે જેના ભાગરુપે રેલવે મંત્રાલય દ્વારા હવે કેટલીક ટ્રેનોમાં એસી કોચમાં યાત્રીઓને ઉપલબ્ધ કરાવવામાં આવતા બ્લેન્કેટ હવે નહીં આપવાની યોજના છે. અધિકારીઓનું કહેવુંં છે કે, વર્તમાન ૧૯ ડિગ્રીથી રેલવે ટ્રાયલના આધાર પર તાપમાન હવે ૨૪ ડિગ્રી રાખશે. આવી સ્થિતિમાં બ્લેન્કેટની જરૂર પડશે નહીં. અહેવાલમાં કહેવામાં આવ્યું છે કે, આ હિલચાલથી ખર્ચમાં કાપ મુકી શકાશે. કારણ કે, રૂપિયા ૫૫નો ખર્ચ આનામાં કરવામાં આવે છે જ્યારે યાત્રીઓ ઉપર માત્ર બે રૂપિયાનો ચાર્જ લાગૂ કરવામાં આવે છે. કમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયા (કેગ)ના અહેવાલમાં હાલમાં જ કહેવામાં આવ્યું હતું કે, રેલવે સ્ટેશનો ઉપર ઉપલબ્ધ ભોજન માનવી વપરાશ માટે અયોગ્ય છે. આ ઉપરાંત રેલવે કેટરિંગ યુનિટમાં પણ સ્વચ્છતાનો અભાવ દેખાઈ રહ્યો છે. આરોગ્યને લઇને વ્યાપક ચેડા થઇ રહ્યા હોવાનો આક્ષેપ કેગના અહેવાલમાં કરવામાં આવ્યો હતો. ૭૪ સ્ટેશનો અને ૮૦ ટ્રેનોમાં નિરીક્ષણ કરવામાં આવ્યા બાદ કેગનો અહેવાલ જારી કરાયો હતો.

Related posts

लैपटॉप, टैबलेट, पीसी के विनिर्माण को प्रोत्साहन देने के लिए पीएलआई योजना को मंत्रिमंडल की मंजूरी

editor

રાજધાની એક્સપ્રેસની સ્પીડ ૩૦ ટકા વધારવામાં આવશે; મુંબઈથી દિલ્હી ૧૨ કલાકમાં પહોંચાડશે

aapnugujarat

આરએસએસ મુસલમાનોના ઘરમાં તુલસીનો છોડ લગાવવાનું અભિયાન ચલાવશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1