Aapnu Gujarat
રાષ્ટ્રીય

દેશમાં રહેતા હિન્દુ-મુસલમાનના પૂર્વજ એક : મોહન ભાગવત

રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક મોહન ભાગવતે હિન્દુ અને મુસલમાનોને લઈને મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે હિન્દુઓ અને મુસલમાનોના પૂર્વજાે એક જ હતા અને દરેક ભારતીય નાગરિક હિન્દુ છે. તેમણે પુણેમાં ગ્લોબલ સ્ટ્રેટેજિક પોલીસી ફાઉન્ડેશન દ્વારા આયોજિત એક કાર્યક્રમમાં કહ્યું કે સમજદાર મુસ્લિમ નેતાઓએ કટ્ટરપંથીઓ વિરુદ્ધ દૃઢતાથી ઊભા રહેવું જાેઈએ. મોહન ભાગવતે કહ્યું કે ભારતમાં અલ્પસંખ્યક સમુદાયે કોઈ પણ ચીજથી ડરવાની જરૂર નથી કારણ કે હિન્દુ કોઈની સાથે દુશ્મની રાખતા નથી. તેમણે કહ્યું કે હિન્દુ શબ્દ માતૃભૂમિ, પૂર્વજ અને ભારતીય સંસ્કૃતિ બરાબર છે. આ અન્ય વિચારોનું અસન્માન નથી. આપણે મુસ્લિમ વર્ચસ્વ અંગે નહીં પણ ભારતીય વર્ચસ્વ અંગે વિચારવાનું છે. ભારતના સર્વાંગી વિકાસ માટે બધાએ મળીને કામ કરવું જાેઈએ. મોહન ભાગવતે કહ્યું કે ઈસ્લામ આક્રાંતાઓની સાથે ભારત આવ્યો. આ ઈતિહાસ છે અને તેને તે રીતે દર્શાવવો જાેઈએ. સમજદાર મુસ્લિમ નેતાઓએ બિનજરૂરી મુદ્દાઓનો વિરોધ કરવો જાેઈએ અને કટ્ટરપંથીઓ તથા ચરમપંથીઓ વિરુદ્ધ દૃઢતાથી ઊભા રહેવું જાેઈએ. જેટલું બને તેટલું જલદી આપણે તે કરીશું, તેનાથી સમાજને એટલું જ ઓછું નુકસાન થશે. આરએસએસ પ્રમુખે કહ્યું કે ભારત એક મહાશક્તિ તરીકે કોઈને ડરાવશે નહીં. તેમણે રાષ્ટ્ર પ્રથમ તથા રાષ્ટ્ર સર્વોચ્ચ વિષયક ચર્ચામાં કહ્યું કે હિન્દુ શબ્દ આપણી માતૃભૂમિ, પૂર્વજ અને સંસ્કૃતિની સમૃદ્ધ ધરોહરનો સમાનાર્થી છે. આ સંદર્ભમાં અમારા માટે દરેક ભારતીય હિન્દુ છે પછી ભલે તેનો ધાર્મિક, ભાષાકીય અને નસ્લીય અભિવિન્યાસ ગમે તે હોય. તેમણે કહ્યું કે ભારતીય સંસ્કૃતિ વિવિધ વિચારોને સમાયોજિત કરે છે અને અન્ય ધર્મોનું સન્માન કરે છે. આ ચર્ચામાં કેરળના રાજ્યપાલ આરિફ મોહમ્મદ ખાન અને કાશ્મીર કેન્દ્રીય વિશ્વવિદ્યાલયના ચાન્સેલર લેફ્ટેનન્ટ જનરલ (સેવાનિવૃત્ત) સૈયદ અતા હસનૈન પણ હાજર રહ્યા હતા. આ દરમિયાન આરિફ મોહમ્મદ ખાને કહ્યું કે વધુ વિવિધતાથી સમૃદ્ધ સમાજનું નિર્માણ થાય છે અને ભારતીય સંસ્કૃતી બધાને સમાન સમજે છે. હસનૈને કહ્યું કે મુસ્લિમ બુદ્ધિજીવીઓએ ભારતીય મુસલમાનોને નિશાન બનાવવાની પાકિસ્તાનની કોશિશને નિષ્ફળ બનાવવી જાેઈએ.

Related posts

ડુંગળીએ ખેડૂતોને ફરી રડાવ્યાં

aapnugujarat

1984 दंगों के लिए सिखों से माफी मांगे भारत सरकार : सिरसा

aapnugujarat

શું અનામતની મર્યાદા ૫૦ ટકાથી વધારી શકાય?ઃ સુપ્રિમનો રાજ્યોને સવાલ

editor

Leave a Comment

UA-96247877-1