Aapnu Gujarat
ગુજરાત

22 APMC કર્મચારીઓના પગાર બંધ થાય તેવી હાલત

રાજ્યની ૨૨૪ એપીએમસીના ૩૦૦૦ કર્મચારીને સરકાર અથવા માર્કેટ બોર્ડ હસ્તક લઇ લેવા રજૂઆત કરી છે. આવી ડામાડોળ પરિસ્થિતિ વચ્ચે સરકાર કર્મચારીઓની સમસ્યાનું નિરાકરણ લાવે તેવી અપીલ સુરત બજાર સમિતિ કર્મચારી મંડળના પ્રમુખે કરી છે.સરકારના જે ત્રણ કૃષિ કાયદાનો દેશભરમાં વિરોધ થઈ રહ્યો છે તે કાળા કાયદાની આડઅસર ગુજરાતની ૨૨૪ છઁસ્ઝ્રમાં ઓછા-વત્તા અંશે વર્તાઇ રહી હોવાની ચોંકાવનારી હકીકત સામે આવી છે. બદલાયેલા કૃષિ કાયદા બાદ રાજ્યની ૧૫ છઁસ્ઝ્રને તાળાં લાગી ગયા છે. એટલું જ નહીં ટૂંક સમયમાં ૧૧૪ એપીએમસી બંધ થઇ જાય તેવી નોબત ઊભી થઇ છે, ત્યારે આ મામલે દક્ષિણ ગુજરાતના ખેડૂતો ખુલીને સામે આવ્યા છે. નવો કૃષિ કાયદો રદ કરવાની માંગ સાથે ખેડૂતો હજુ પણ દિલ્હી બોર્ડર પર વિરોધ પ્રદર્શન કરી રહ્યા છે. લાંબા ગાળે ખેડૂતો અને છઁસ્ઝ્રની ઘોર ખોદનાર આ કાળો કાયદો રદ કરવા દેશભરમાંથી અવાજ ઊઠી રહ્યો છે. આ અંગે માહિતી આપતા એપીએમસી કર્મચારી મંડળના પ્રમુખ અજિતસિહ અટોદરીયાએ જણાવ્યું હતું કે, નવા કાયદાની અમલવારી બાદ ગુજરાતની ૨૨૪ છઁસ્ઝ્ર બંધ થઇ જવા પામી છે. જ્યારે વર્ષે દહાડે કરોડોનું ટર્નઓવર ધરાવતી બજાર સમિતિઓની આવકને અસર થઇ છે. નાની બજાર સમિતિની આવક બંધ થતાં તેઓએ માર્કેટને તાળાં મારી દેવાની ફરજ પડી છે. જ્યારે કેટલીક માર્કેટના હોદેદારોએ કર્મચારીઓને છૂટા કરવા પડ્યાં છે. બીજી તરફ કેટલીક બજાર સમિતિએ અડધા કર્મીઓને છૂટા કરી બાકીના કર્મચારીઓના પગાર ઘટાડી પોતાના ફંડમાંથી પગાર ચૂકવવા પડી રહ્યા છે. આવી પરિસ્થિતિ વચ્ચે ગુજરાતની બજાર સમિતિના કર્મચારીઓની આજીવિકાની સલામતી માટે ગાંધીનગરના દરવાજા ખખડાવ્યા છે, ત્રણ કૃષિ કાયદાની અમલવારીના ખૂબ જ ટૂંકા સમયગાળામાં તેની ગંભીર આડઅસરો સામે આવી છે. રાજ્યની ૧૫ છઁસ્ઝ્રમાં ખેતપેદાશનું ખરીદ-વેચાણ બંધ થઇ જતાં તાળાં મારી દેવાની નોબત ઊભી થઇ છે. નવા કૃષિ કાયદાનો શરૂઆતથી જ વિરોધ કરી રહેલા ગુજરાત ખેડૂત સમાજના પ્રમુખે ભયસ્થાન બતાવવા જણાવ્યું કે, કેન્દ્રના આ કાયદાથી ધનિક વેપારીઓ વધુ ધનિક બનશે. જ્યારે રાત-દિવસ કાળી મજૂરી કરતો જગતનો તાત વધુને વધુ પાયમાલ બનશે. છઁસ્ઝ્ર બંધ થવી એ નવા કાયદાની આડઅસરની શરૂઆત છે. ખેડૂતોએ લોહીના આંસુએ રડવું પડે તો દિવસો દૂર નથી. ગુજરાત ખેડૂત સમાજનાનું આવું કહેવું છે.

Related posts

रामोल में जिला पंचायत की स्कूल में सीलिंग की परत टूटने पर विद्यार्थियों में भगदड ़मची

aapnugujarat

અરવલ્લીના ભિલોડા આદિવાસી વિસ્તારના વસોયામાં ૫૦ કોંગ્રેસી કાર્યકરો ભાજપમાં જોડાયા

aapnugujarat

હિંદુ સંગઠનોએ લવ જેહાદ મામલે વડનગર મામલતદારને આવેદનપત્ર સોંપ્યુ

editor

Leave a Comment

UA-96247877-1