Aapnu Gujarat
ગુજરાત

સ્નેહા ફાઉન્ડેશન દ્વારા મેડિકલ કેમ્પ યોજાયો

સુરેશ ત્રિવેદી, ભાવનગર

સ્નેહા ફાઉન્ડેશન દ્વારા નાના બાળકોના દાંતની તપાસ અને જાળવણી અંગે કેમ્પ યોજવામાં આવ્યો. આજના સમયમાં દાંતના રોગો અને દાંતની સમસ્યા ઘણા લોકોને જોવા મળતી હોય છે અને ખાસ કરીને બાળકોમાં દાંતના રોગ જોવા મળે તો એ વિષય ખૂબજ ચિંતાજનક ગણાય છેતો આવી બાબતોને ધ્યાનમાં રાખીને સંસ્થા સ્નેહા ફાઉન્ડેશન દ્વારા ડૉ હેતલબેન અને તેમની ટીમ(ડૉ. આસ્ના ઈશાની, ડૉ. પરા દવે, ડૉ. વૈશાખી કામથ, ડૉ. તૈબા કુવારી, ડૉ. મહેતાબ અન્સારી, ડૉ. જલ્પા સોલંકી, ડૉ. મવદ્દા મખીયાવાલા, ડૉ. સ્નેહલ આહિરે)ના સહયોગથી આજ રોજ સંસ્થામાં દાંતનો મેડિકલ કેમ્પ કરવામાં આવ્યો જેમાં 75 બાળકોએ લાભ લીધો હતો જેમાં જે લોકોને દાંતની વધારે તકલીફ હતી તેવા 22 બાળકોને જીથરી(અમરગઢ) મુકામે લઈ જઈને સારવાર આપવામાં આવી હતી ત્યારબાદ બીજા બાળકોને આગળની સારવાર માટે લઇ જવામાં આવશે ટીમ સ્નેહા ફાઉન્ડેશન દ્વારા આ તમામ ડોકટરોનો આભાર માનવામાં આવે છે.

Related posts

गुजरात असेंबली की जंग के लिए तैयार अमित शाह, अहमद पटेल, शंकरसिंह वाघेला

aapnugujarat

બીટકોઈન કૌભાંડ : નલીન કોટડિયાને હાઈકોર્ટે આપ્યા શરતી જામીન

aapnugujarat

છોટાઉદેપુરનાં સ્ટેશન વિસ્તારમાં વધુ બે કોરોના સંક્રમિત છોટાઉદેપુર જિલ્લામાં કુલ પોઝિટિવ કેસ ૧૪ નોંધાયા..

editor

Leave a Comment

UA-96247877-1