Aapnu Gujarat
રાષ્ટ્રીય

મુખ્યમંત્રી પદેથી હટવાનો અણસાર આપતા યદિયુરપ્પા

કર્ણાટક ભાજપમાં મુખ્યમંત્રી પદને લઈને ચાલી રહેલા ઘમાસાણનો જલ્દી અંત આવે તેમ લાગી રહ્યુ છે. સતત શક્તિ પ્રદર્શન કરી રહેલા હાલના સીએમ યેદિયુરપ્પાએ પોતે એવુ નિવેદન આપ્યુ છે જેનાથી સ્પષ્ટ થઈ રહ્યુ છે કે, તેઓ હવે સીએમ પદથી હટી રહ્યા છે. તેમણે કહ્યુ છે કે, ભાજપનુ હાઈકમાન્ડ જે આદેશ આપશે તેનુ પાલન કરીશ અને મારા સમર્થનમાં સમર્થકોએ દેખાવો કરવાની જરૂર નથી.
યેદિયુરપ્પાએ કહ્યુ હતુ કે, અમારી સરકારના બે વર્ષ પૂરા થવા નિમિત્તે ૨૬ જુલાઈએ એક કાર્યક્રમ યોજાવાનો છે. એ પછી ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડા જે પણ ર્નિણય લેશે તેનુ પાલન કરીશ. ભાજપને સત્તામાં પાછુ લાવવાની મારી ફરજ છે. પાર્ટી કાર્યકરો અને સંતોને આ માટે સહયોગ કરવાનો આગ્રહ કરૂ છું.
૭૮ વર્ષીય યેદિયુરપ્પા કર્ણાટકના લિંગાયત સમુદાયમાંથી આવે છે.તેમણે કહ્યુ હતુ કે, પીએમ મોદી, ગૃહ મંત્રી અમિત શાહ અને રાષ્ટ્રીય અધ્યક્ષ જે પી નડ્ડાને મારા માટે વિશેષ સ્નેહ અને વિશ્વાસ છે. તમે જાણો છો કે, પાર્ટીમાં જેમનીવ ય ૭૫ વર્ષથી વધારે હોય તેમને કોઈ પદ આપવામાં આવતુ નથી પણ તેમણે મારા કામની પ્રશંસા કરીને મારી ૭૮ વર્ષની વય થઈ ગઈ હોવા છતા મને જવાબદારી આપી હતી
કર્ણાટકના સીએમે કહ્યુ હતુ કે, ૨૫ જુલાઈએ મને જે પણ ર્નિદશ આપવામાં આવશે તેના આધારે હું ૨૬ જુલાઈથી મારી કામગીરી કરીશ.
આ પહેલા યેદિયુરપ્પા ગયા સપ્તાહે દિલ્હી ગયા હતા. જેના પગલે સીએમ પદથી તેમની વિદાયને લઈને અટકળો તેજ બની હતી. જાેકે તેમણે તે વખતે આ પ્રકારની અટકળોને ફગાવીને કહ્યુ હતુ કે, પાર્ટીએ મને સીએમ તરીકે ચાલુ રહેવા માટે કહ્યુ છે.
જાેકે બુધવાર સુધી શક્તિ પ્રદર્શન કરી રહેલા યેદિયુરપ્પાના સૂર હવે બદલાયેલા લાગી રહ્યા છે.

Related posts

કાનપુરમાં ૧૦ હજાર દલિતોએ બૌદ્ધ ધર્મ અંગીકાર કર્યો

aapnugujarat

પત્ની કોઇ વસ્તુ નથી જેને જાગીર સમજીને પતિ પોતાની સાથે રહેવા મજબૂર કરે : સુપ્રીમ કોર્ટ

aapnugujarat

જમ્મુ-કાશ્મીરમાં પાંચ આતંકવાદીઓ ઠાર

aapnugujarat

Leave a Comment

UA-96247877-1