Aapnu Gujarat
ગુજરાત

મહુવા ટાઉન વિસ્તારમાં થયેલ ચોરીનો ભેદ ઉકેલાયો

સુરેશ ત્રિવેદી, ભાવનગર

ભાવનગર રેન્જ પોલીસ મહા નિરીક્ષક શ્રી અશોક કુમાર યાદવ સાહેબે તથા પોલીસ અધિક્ષક શ્રી જયપાલસિંહ રાઠોડ ભાવનગર, લોકલ ક્રાઇમ બ્રાન્ચનાં પોલીસ ઇન્સ્પેકટર શ્રી વી.વી. ઓડેદરા તથા પો.સબ.ઇન્સ. શ્રી એન.જી. જાડેજા તથા પો.સબ.ઇન્સ. શ્રી એ.પી. જાડેજા તથા એલ.સી.બી. સ્ટાફનાં માણસો ને ભાવનગર જીલ્લા વિસ્તારમાં મિલ્કત સબંધી અનડીટેકટ ગુન્હાઓ ડીટેકટ કરવા માટે સખત સુચના આપવામાં આવી હતી.

જે સુચના અને માર્ગદર્શન હેઠળ ભાવનગર,એલ.સી.બી. સ્ટાફનાં માણસો મહુવા પો.સ્ટે. વિસ્તારમાં અનડીટેકટ ગુન્હાઓની હકિકત મેળવવા પેટ્રોલીંગમાં હતાં.તે દરમ્યાન નેસવડ ચોકડીએ આવતા મહુવા સીટી બાજુથી એક છોટાહાથી ગાડીમાં ત્રણ ઇસમો શંકાસ્પદ રીતે ખેતી વાડીની દવાઓ તથા તેલના ડબ્બાઓ બીલ વગરની વસ્તુ લઇને આવતા તેઓને રોકી તેઓ પાસેની વસ્તુના બીલ માંગતા નહી હોવાનુ જણાવતા તુર્તજ પંચોના માણસોને બોલાવી પૂછપરછ કરાઈ હતી.

(૧) ઇરફાનભાઇ ઇસ્માઇલભાઇ વીંધાણી (૨) મહમદસફી કાસમભાઇ હીંગોરા (૩) નાસીરભાઇ હારૂન ભાઇ બલોચ હોવાનુ જણાવેલ મજકુર ત્રણેય પાસેથી ચોરી કરીને મેળવેલ (૧) ‘‘વિનાશ પાવર’’ દવાની પેટીઓ નંગ-૩૪.૫ છે. તથા અદામા કંપનીની Acemain એસીફેટ પાવડરની દવાની પેટીઓ નંગ-૨૦ જે એક પેટીની કિ.રૂ.૬૦૦૦/- લેખે કુલ પેટીઓ નંગ-૫૪.૫ ની કિ.રૂ.૩,૨૭,૦૦૦/- ગણી તમામ દવાના બોક્સ સી.આર.પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે.

        તેમજ (૨) ખુશ્બુ માર્કાનુ પામોલીન તેલના ડબ્બાઓ નંગ-૦૯ જે એક તેલના ડબ્બાની કિ.રૂ.૧૫૦૦/- લેખે તેલના ડબ્બા નંગ-૦૯ ની કિ.રૂ.૧૩,૫૦૦/- તેમજ  ચોરીનો મુદ્દામાલ હેરાફેરીમાં ઉપયોગ કરેલ (૩) એક ટાટા કંપનીની છોટાહાથી ગાડી રજી નં.GJ-17- Y-8134 ના છે. જેની કિ.રૂ.૮૦,૦૦૦/- ગણી તમામ વસ્તુ સી.આર. પી.સી. કલમ ૧૦૨ મુજબ કબ્જે કરેલ છે અને મજકુર ત્રણેય ઇસમોને સી.આર. પી.સી. કલમ ૪૧(૧)(ડી) મુજબ ધોરણ સર અટક કરેલ છે.

ઇસમો પાસેથી મળી આવેલ ઉપરોક્ત વસ્તુ બાબતે વિગતે પુછપરછ કરતા રાત્રીના દોઢ વાગ્યે અમો ત્રણેય જણાએ સાવર કુંડલા રોડ આરામગૃહની સામે અંદરના ભાગે આવેલ ખેતીવાડીની દવાના ગોડાઉન માંથી પોતાની પાસેની દવાના બોક્સની ચોરી કરેલ હોવાનુ જણાવેલ છે.

જેથી મજકુર ત્રણેય આરોપીઓને મહુવા પો.સ્ટે. ખાતે આગળની કાર્યવાહી માટે  સોપી આપેલ છે.

Related posts

વલસાડ જિલ્લા કક્ષાનું વિજ્ઞાન, ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું

aapnugujarat

બગોદરા પાસે ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં એકનું મોત

aapnugujarat

વિરમગામ શ્વેતામ્બર મૂર્તિપૂજક જૈન સંઘના આંગણે ગુરુભગવંતોના ચાતુર્માસ પ્રસંગે રાજમાર્ગો પર ભવ્ય શોભાયાત્રા નીકળી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1