Aapnu Gujarat
ગુજરાત

બગોદરા પાસે ટ્રક પાછળ ટ્રક ઘૂસી જતાં એકનું મોત

કચ્છ ભુજ તાલુકાનાં ભુજાેડી ગામમાં રહેતાં ભીમજીભાઇ ઉર્ફે ભીમાભાઈ આશાભાઇ રબારી ડ્રાઇવીંગ કરીને પોતાનાં કુંટુંબનું ગુજરાન ચલાવે છે. તેમણે બગોદરા પોલીસમાં ફરીયાદ નોંધાવી છે કે ૧૯ તારીખે ટ્રક નંબર જીજે-૧૨-મ્રૂ-૮૮૯૨ માં ઢાણેટી ગામેથી રેતીનો પાઉડર ભરીને વડોદરા જીલ્લાનાં પાદરા ખાતે ખાનગી કંપનીમાં ખાલી કરવા માટે નીકળ્યો હતો.૨૦ તારીખે રેતીનો પાઉડર ખાલી કરી પાદરાથી ટ્રક લઈને એકલો નીકળ્યોહતો. અને તારાપુરમાં આવેલી રાઇસ મીલમાંથી ચોખાનાં કટ્ટા ટ્રકમાં ભરીને ગાંધીધામ જવા નીકળ્યો હતો. બગોદરા તરફ આવતો હતો અને મેમર પુલ ઉતરી પુલ નજીક આવેલી એક હોટલે મારે જમવાનુ હોવાથી મારી ટ્રક રોડની સાઇડમાં ઉભી રાખી જમવા માટે ઉતર્યો હતો અને જમીને હું ટ્રકની કેબીનમાં ડ્રાઇવર સીટ ઉપર બેઠો હતો અને સાઇડ ગ્લાસ સાફ કરતો હતો તે વખતે પાછળથી એટલે કે વટામણ તરફથી એક ટ્રક ફુલસ્પીડમાં આવી હતી અને મારી ઉભેલ ટ્રકનાં ડ્રાઇવર સાઇડનાં પાછળનાં ભાગે ધડાકાભેર અથડાઇ હતી.જેથી મારી ટ્રક થોડે આગળ જઈને ઉભી રહી ગઇ હતી. અને આ અકસ્માત થતાં નીચે ઉતરીને જાેયું તો તે ટ્રક નંબર જીજે-૦૩-બીડબ્લ્યુ-૭૨૨૨ નાં પાછળનાં વ્હીલમાં એક વ્યક્તિ આવી જતાં માથામાં તથા શરીરે ગંભીર ઇજા થઇ હતી. આ અકસ્માત થતાં હોટલવાળા તથા બીજા માણસો આવી ગયા હતાં અને કોઇએ ૧૦૮ ને ફોન કરતાં તરત જ ૧૦૮ આવી ગઈ હતી અને ઇજા પામનાર વ્યક્તિની તપાસ કરતા તે મરણ ગયાનું જણાવ્યું હતું. આ મરણ જનાર કોણ છે તેની મને ખબર નથી. તે દરમ્યાન અકસ્માત કરનાર ટાટા ટ્રકનો ડ્રાઇવર ટ્રક મુકીને કયાંક ભાગી ગયો હતો.જેથી અકસ્માતની જાણ બગોદરા પોલીસને કરીને અકસ્માતની ફરીયાદ નોંધાવતાં બગોદરા પોલીસે લાશનું પી.એમ.કરાવી ટ્રક ચાલક વિરૂદ્ધ અકસ્માતનો ગુનો નોંધી લાશની ઓળખ માટે અને ટ્રક ચાલકને પકડી પાડવા ચક્રો ગતિમાન કર્યા છે.બાવળા તાલુકાનાં બગોદરા પાસે આવેલા મેમર નજીક આવેલી હોટલ પાસે ટ્રક ચાલક જમવા માટે ઉભા રહેતાં પાછળથી બીજી ટ્રક ધડાકાભેર ધુસી જતાં ટ્રકનાં પાછળનાં ટાયરમાં આવી જતાં એક વ્યક્તિનું ઘટના સ્થળે જ મોત થવા પામ્યું હતું. ટ્રક ચાલક ટ્રક મુકીને ભાગી ગયો હતો.અકસ્માતની જાણ બગોદરા પોલીસને થતાં બગોદરા પોલીસે લાશનું પી.એમ.કરાવી અકસ્માતનો ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Related posts

પંચમહાલમાં સ્ટાફ સિલેક્શન કમિશનની ભરતી પ્રક્રિયાને લઈ ઉમેદવારોએ કલેક્ટરને આવેદનપત્ર સોંપ્યું

editor

મોદી દેશનાં ચોકીદાર નહીં અનિલ અંબાણીનાં ભાગીદાર છે : કોંગ્રેસ

aapnugujarat

જુઓ ​​​​​​​દશામાની મૂર્તિઓની આવી દશા, લોકોએ માતાજીની મૂર્તિઓને રસ્તા પર રઝળતી મૂકી

editor

Leave a Comment

UA-96247877-1