Aapnu Gujarat
ગુજરાત

કિંમતી જમીન કૌભાડમા સંડોવાયેલ બે શખ્સોના આગોતરા જામીન મંજુર

સન્ની વાઘેલા, ગાંધીધામ

રાજ્યમા વધતા જતા જમીન સબંધીત ગૃન્હાઓને લઇને રાજ્ય સરકાર દ્વારા લેન્ડ ગ્રેબિંગનુ શસ્ત્ર ઉગામ્યું હતુ જેમા અનેક ભુમાફીયાઓને સાન ઠેકાણે આવી હતી તેવામાં ગાંધીધામ તાલુકાના પડાણા ગામે પણ કિમતી જમીન પચાવવાનો બનાવ બન્યો હતો જેમા એક સરખા નામ ધરાવતા વ્યક્તિના નામે છળ કપટ કરી દસ્તાવેજ ઉભા કરી જમીન પચાવી પાડી હતી જે બાબતની વિગત જમીનના માલિક અમૃતભાઇ શાહને થતા તેઓ દ્વારા આ મામલે ગાંધીધામ બી ડીવીઝન પોલીસ સ્ટેશન ખાતે ફરીયાદ દાખલ કરી હતી જમીન પચાવવાના આ કૌભાંડમાં અમૃતભાઇ ભાણજી શાહ (જેનુ ખરેખર નામ પ્રવીણ વેરશીભાઇ બોરીચા હોય), સન્મુખ અપ્પન રાવ, ભાવેશ દિનેશભાઇ રાઠોડ, વિરેન્દ્ર સુરેશભાઇ પટેલ સહિત મુખ્ય ચાર ઇશમોની ધરપકડ કરાઇ હતી. આ ચારેય ઇસમોને ધરપકડ બાદ તેઓની સઘન પૂછપરછમાં વધુ બે નામ મદદગારીમા ઉમેરાયા હતા જેમા પરેશ દામજીભાઇ ગડા તથા મહેન્દ્ર ખેલશંકર રાજગોર નામ સામે આવ્યુ હતુ. જોકે આ બંન્ને ઇશમોનુ મદદગારીમા નામ સામે આવતા જ બંન્ને મદદગાર ઇશમો દ્વારા વકિલ એસ.ડી.મોઘરીયા દ્વારા ગુજરાત હાઇકોટઁ પડકારી હતી. જેમા સુરેન્દ્રનગર જીલ્લાના યુવા વકિલ એસ.ડી.મોઘરીયા દ્વારા સમગ્ર કેસમા આ બંન્ને શખ્સોની સંડોવણી ક્યાય પણ હોવાનુ વ્યથીત થતુ ન હોય જે સંદભેઁ જરુરી પુરાવા અને ધારદાર રજુવાતને હાઇકોટઁ સમક્ષ મુકી બંન્ને ઇસમોને આગોતરા જામીન મંજુર કરાવી રાહત અપાવી છે. જોકે આ બાબતે હાઇકોટઁમા ટુંકાગાળામાં જ બંન્ને ઇસમોને આગોતરા જામીન આપતા હવે બંન્ને ઇશમોને ધરપકડની કાર્યવાહીમાથી છુટકારો મળ્યો છે.

Related posts

રાજ્યમાં ટેકાના ભાવે વધુ ૪ લાખ ટન મગફળીની થશે ખરીદી : કેન્દ્ર સરકારે આપી મંજુરી

aapnugujarat

સુરેન્દ્રનગરમાં યોગ સંવાદ કાર્યક્રમ યોજાયો

editor

ઇસુદાન ગઢવીની લીબંડી મોટા મંદિર ખાતે મુલાકાત

editor

Leave a Comment

UA-96247877-1