Aapnu Gujarat
મનોરંજન

દિગ્ગજ કલાકાર દિલીપ કુમારનું અવસાન

હિંદી સિનેમાના દિગ્ગજ કલાકાર દિલીપ કુમારનું અવસાન થયું છે.મુંબઈની હિંદુજા હોસ્પિટલમાં દિલીપ કુમારે બુધવારે સવારે 98 વર્ષની ઉંમરે અંતિમ શ્વાસ લીધા હતા. તેઓ ઘણા લાંબા સમયથી બીમાર રહેતા હતા અને અનેક વખત તેમને મુંબઈ ખાતેની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. દિલીપ કુમારના નિધનથી તેમના ચાહકો તથા બોલિવૂડ સેલેબ્સને ઘેરો આઘાત લાગ્યો છે. સેલેબ્સ તથા દેશના જાણીતા નેતાઓએ સો.મીડિયામાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવી છે. વડાપ્રધાન મોદીએ પણ સો.મીડિયામાં પોસ્ટ કરીને કહ્યું હતું, દિલીપ કુમારજીને ભારતીય સિનેમાના એક દિગ્ગજ તરીકે યાદ કરવામાં આવશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે દિલીપ કુમારના નિધન પર દુઃખ વ્યક્ત કરીને કહ્યું હતું કે દિલીપ કુમારે પોતાનામાં ભારતના ઈતિહાસને સમાવ્યો છે. બોર્ડર પાર તેમને લોકોએ પ્રેમ કર્યો છે. તેમના નિધનથી એક યુગનો અંત આવ્યો છે.

Related posts

અભિનેત્રી પૂજા ગાંધી હોટલનું ૪.૫ લાખ રૂપિયાનું બિલ ચુકવ્યા વગર જ છૂમંતર

aapnugujarat

દિપિકા પદ્માવતિને લઇને ભારે મહેનત કરી રહી છે

aapnugujarat

प्रशंसकों को बोर न करूं, यह मेरी जिम्मेदारी : श्वेता

aapnugujarat

Leave a Comment

UA-96247877-1