Aapnu Gujarat
ગુજરાત

સુરેન્દ્રનગરના જિલ્લા ભાજપ અગ્રણીનો આપઘાત

ગાંધીનગરનાં ચિંલોડા છાલા પાસેની હોટલમાં ગઈકાલે ૫૫ વર્ષીય ઝીણાભાઈ ડેડવારિયાએ કોઈ અગમ્ય કારણોસર ઝેરી દવા ગટગટાવી લેતા આજે વહેલી સવારે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું છે. મૃતક ભાજપા તરફથી ધારાસભ્યની ચૂંટણી લડ્યા હોવાની પ્રાથમીક વિગતો પ્રકાશમાં આવી છે. જાે કે હાલમાં સિવિલ હોસ્પિટલ પહોંચેલી ચીલોડા પોલીસ દ્વારા તપાસનો દોર હાથ ધરવામાં આવ્યો છે.
પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર સુરેન્દ્રનગર ચોટીલાનાં ઝીણાભાઈ નાઝાભાઈ ડેડવારિયા ગઈકાલે ગાંધીનગર આવ્યાં હતાં અને ચિંલોડા પોલીસ મથકની હદમાં આવેલ છાલા પાસેની પલક હોટલમાં રોકાયા હતા. સાંજ પડી ગઈ હોવાથી તેમણે જમવાનો ઓર્ડર આપ્યો હતો. થોડી વાર પછી હોટલનો કર્મચારી તેમને જમવાનું આપવા ગયો હતો. તે વખતે ઝીણાભાઈના મોઢામાંથી ફીણ નીકળી રહ્યું હતું અને તેઓ બેભાન અવસ્થામાં જાેવા મળ્યા હતા. જેનાં પગલે તેણે બૂમાબૂમ કરીને હોટલના અન્ય કર્મચારીઓને બોલાવી લીધા હતા. બાદમાં તેમને સારવાર અર્થે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ લઈ આવ્યા હતા.
હોસ્પિટલના ફરજ પરના તબીબે ઝીણાભાઈને પ્રાથમિક સારવાર આપી વધુ સારવાર અર્થે સિવિલના આઈસીયુ વોર્ડમાં દાખલ કર્યા હતા. જ્યાં આજે તેમનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. આ બનાવના પગલે ચીલોડા પોલીસ મથકના જમાદાર મનીષભાઇ સિવિલ દોડી ગયા હતા અને મૃતકના પરિવારજનોને પણ સિવિલ બોલાવી લેવામાં આવ્યા હતા. વર્ષ ૨૦૧૭માં ઝીણાભાઈ ભાજપા તરફે ધારાસભ્યની ચૂંટણી લડયા હતા પરંતુ તેઓ ચૂંટણી હારી ગયા હતા.
ગઈકાલે પોતાના વિસ્તારની રજૂઆત માટે તેઓ ગાંધીનગર આવ્યાં હતાં અને આજે સવારે સારવાર દરમિયાન એટેક આવતાં તેમનું મોત થયું હોવાની પ્રાથમિક વિગતો સાપડી રહી છે. હાલમાં પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે. મૃતકના સગાની પૂછપરછ કર્યા બાદ તેમજ પીએમ રિપોર્ટ આવ્યા પછી મોતનું ચોક્કસ કારણ જાણવા મળશે.

Related posts

‘આર્ષ’ અક્ષરધામ, પ્રવચનમાળા અંતર્ગત ‘પર્યાવરણની રક્ષા – આપણી સુરક્ષા’ વિષય ઉપર ૯૧મું પ્રવચન યોજાયું

editor

મોદી-શાહનો વિજય ઉત્સવ ખુબ સાદગીપૂર્ણ મનાવાયો

aapnugujarat

ગુજરાત વિધાનસભામાં ભાજપ, કોંગ્રેસના સભ્યો વચ્ચે મારામારી

aapnugujarat

Leave a Comment

UA-96247877-1