Aapnu Gujarat
રાષ્ટ્રીય

રાફેલ ડીલ પર કોંગ્રેસે મોદી સરકાર પર પ્રહારો કર્યા

ભારત સાથે ફાઈટર પ્લેન રાફેલ ડીલ પર ફ્રાંસમાં આ ડીલની તપાસને લઈ એક જજની નિયુક્તિ કરવામાં આવી છે, જે બાદ કોંગ્રેસ સતત આ મુદ્દે મોદી સરકારને ઘેરવાનો પ્રયત્ન કરી રહી છે. રવિવારે ફરી એકવાર કોંગ્રેસના પ્રવક્તા પવન ખેડાએ રાફેલ ડીલમાં થયેલી હેરાફેરીને લઈ કેન્દ્ર સરકાર પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસે કહ્યું- વચેટિયાઓને કરોડો રૂપિયા મળ્યા હોવાનું દસ્તાવેજાે પરથી જાણવા મળે છે.
કોંગ્રેસે ભારતના ૫૯ હજાર કરોડ રૂપિયાના રાફેલ જેટ ડીલના તાજેતરના ઘટનાક્રમ પર નરેન્દ્ર મોદી સરકારની કથિત ચુપ્પી પર રવિવારે હુમલો બોલ્યો છે. કોંગ્રેસે આરોપ લગાવ્યો કે સામે આવેલા દસ્તાવેજાે મુજબ આ ડીલમાં વચેટિયાને ભારે માત્રામાં ધન ચૂકવવામાં આવ્યું છે. અગાઉ શનિવારે આ મેગા ડીલ પર સામે આવેલ વિવાદ બાદ કોંગ્રેસે એક સંયુક્ત સંસદીય સમિતિની તપાસની માંગ કરી હતી.

Related posts

ઉત્તર પ્રદેશમાં રસ્તાઓ પર નમાઝ પઢવા પર પ્રતિબંધ

aapnugujarat

વડોદરામાં ૮ લાખના એમડી ડ્રગ્સ સાથે ૪ લોકો ઝડપાયા

aapnugujarat

પુલવામા એટેક : એનઆઈએને સીસીટીવી દ્વારા મળ્યા મહત્વના પુરાવા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1