Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઉત્તર પ્રદેશમાં રસ્તાઓ પર નમાઝ પઢવા પર પ્રતિબંધ

દેશભરમાં લાઉડસ્પીકરનો મુદ્દો ગરમાયો છે ત્યારે ઉત્તરપ્રદેશની યોગી સરકારે વધુ એક ર્નિણય લઈને રસ્તાઓ પર નમાઝ કરવાનો ઈનકાર ફરમાવ્યો છે. આ અંગે ધર્મગુરુઓએ ગાઈડલાઈન પણ જાહેર કરી છે કે જેમાં કેટલાક મુદ્દાઓ અંગે સ્પષ્ટતા કરવામાં આવી છે. ઈદ પહેલાના શુક્રવાર એટલે કે આજે અલવિદા જુમાની નમાઝ કરવામાં આવશે. ધર્મગુરુઓએ તેને લઈને ગાઈડલાઈન જારી કરી છે. આ પ્રમાણે અલવિદા જુમેની નમાઝ ક્યાંય રસ્તા પર નહીં કરી શકાય. લોકોને પોતાના ઘરોમાં કે મસ્જિદમાં જ નમાઝ કરવા માટે અપીલ કરવામાં આવી છે. આ સિવાય મસ્જિદમાં લાઉડસ્પીકર નક્કી કરેલા માપદંડ પ્રમાણે રાખવાની સલાહ આપવામાં આવી છે. આવું પહેલીવાર થઈ રહ્યું છે કે જ્યારે મુસ્લિમ ધર્મગુરુઓ સામેથી આવીને લોકોને રસ્તા પર નમાઝ ના કરવા માટે અપીલ કરી રહ્યા છે. આ પહેલા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ આદેશ આપી ચૂક્યા છે કે રસ્તા પર અલવિદા નમાઝ અને ઈદની નમાઝ કરવામાં ના આવે.
એશબાદ ઈદગાહના ઈમામ મૌલાના ખાલિદ રશીદ ફિરંગી મહલીએ જણાવ્યું કે ઈસ્લામિક સેન્ટર ઓફ ઈન્ડિયાએ એક નવી એડવાઈઝરી જારી કરી છે.જેમાં નમાઝ કરનારાઓને મસ્જિદની અંદર જ નમાઝ અદા કરવા માટે અપીલ કરવામાં આવી છે. જેથી નામાઝના કારણે ટ્રાફિક જામ જેવી સ્થિતિ ઉભી ના થાય. ફિરંગી મહલીએ લોકોને અપીલ કરી છે કે મસ્જિદોમાં લાઉડસ્પીકરનો અવાજ પણ ઓછો રાખવામાં આવે.
આ તરફ મસ્જિદ દારુલ અલૂમ ફિરંગી મહલના મૌલાના સુફિયાન નિઝામનું કહેવું છે કે લોકો નમાઝ મસ્જિદ પરિસરની અંદર કરે નહીં કે રસ્તા પર. લાઉડસ્પીકર્સનો અવાજ માપદંડ પ્રમાણે રાખવામાં આવે. બીજી તરફ, એડીજી (સુરક્ષા અને કાયદો વ્યવસ્થા) પ્રશાંત કુમારનું કહેવું છે કે શાંતિ અને સૌહાર્દ રાખવા માટે પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે. પીએમ યોગી આદિત્યનાથે પાછલા અઠવાડિયે જ જુમાની નમાઝને લઈને નિર્દેશ જારી કર્યા હતા, જેને લઈને આખા રાજ્યમાં સુરક્ષાને લઈને કડક નજર રાખવામાં આવી રહી છે.
આપને જણાવી દઈએ કે મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કહી ચુક્યા છે કે તેમની સરકાર તમામ ધર્મોને સમાન સન્માન આપવા માગે છે, પરંતુ લોકો બીજા માટે મુશ્કેલી ઉભી કરીને પોતાની આસ્થાનો દુરોપયોગ કરીને પ્રદર્શન કરે છે તો તે સહન કરવામાં આવશે નહીં. સીએમ યોગી આદિત્યનાથે કહ્યું કે કેટલાક લોકોને હનુમાન જયંતી પર માહોલ પ્રદૂષિત કરવાની કોશિશ કરી હતી. જેને જાેતા સીએમએ અધિકારીઓને ૩મેએ ઈદ અને અક્ષય તૃતિયા એક સાથે મનાવવાની સંભાવનાને ધ્યાનમાં રાખીને એલર્ટ રહેવા કહ્યું છે. ખુલ્લામાં નમાઝ ન કરવાના આદેશ બાદ તેમણે તમામ જિલ્લાઓના મુસ્લિમ ધર્મો અને પોલીસ તંત્ર સાથે બેઠક કરી છે.
સીએમએ વરિષ્ઠ અધિકારીઓને ધાર્મિક નેતાઓ અને મસ્જિદ તથા મસ્જિદમાં સમારોહની વ્યવસ્થા કરનારી સમિતિની સાથે સતત સંપર્કમાં રહેવા માટે જણાવ્યું છે. શહેરી વિસ્તારો અને ગામોમાં કોન્સ્ટેબલોને સખત નજર રાખવા અને નિયમોના ઉલ્લંઘન કરનારા ટોળાની સૂચના જિલ્લા હેડક્વાર્ટર પર કરવા માટે કહેવામાં આવ્યું છે.ઉત્તરપ્રદેશમાં ધાર્મિક સ્થળો પરથી લગભગ ૨૨,૦૦૦ ગેરકાયદેસર લાઉડ સ્પીકર દૂર કરવામાં આવ્યા છે. આ સિવાય ૪૨,૦૦૦ લાઉડ સ્પીકરનો અવાજ ઘટાડાયો છે. ધાર્મિક સ્થળો પર ગેરકાયદેસર લાઉડસ્પીકરને હટાવવા અને તેનો અવાજ ધીમો કરવા રાજ્યવ્યાપી અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. તંત્રનું કહેવું છે કે કોઈ ભેદભાવ વગર તમામ ધાર્મિક સ્થળો પરથી લાઉડસ્પીકર હટાવી રહ્યા છીએ.

Related posts

પ્રધાનમંત્રી મોદીએ કોવિડ -૧૯ની કરી સમીક્ષા

editor

If you break the law, you will go to jail like Chidambaram, punishment will also be given : Baba Ramdev

aapnugujarat

બોધગયા સીરિયલ બ્લાસ્ટઃ તમામ પાંચ આરોપીને દોષી જાહેર કરાયા

aapnugujarat

Leave a Comment

UA-96247877-1