Aapnu Gujarat
રમતગમત

હું આગામી થોડા સપ્તાહમાં કોહલી અને શાસ્ત્રી સાથે વાત કરીશ : દ્રવિડ

શ્રીલંકા પ્રવાસે ભારતીય ટીમના કોચ તરીકે જનારા રાહુલ દ્રવિડે કહ્યું કે, તે આગામી થોડા સપ્તાહમાં ઈંગ્લેન્ડમાં ટીમ મેનેજમેન્ટ સાથે તેમની જરૂરિયાતોને લઈને વાત કરશે. દ્રવિડે કહ્યું, ‘હું વિરાટ કોહલી અને રવિ શાસ્ત્રીને વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ દરમિયાન પરેશાન નથી કર્યા, પરંતુ હું આગામી થોડા સપ્તાહમાં તેમની સાથે વાત કરીશ અને જાેઈશ કે તે શું વિચારી રહ્યા છે.’
૪૮ વર્ષના પૂર્વ બેટ્‌સમેને કહ્યું કે, ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય સીરિઝ જીતવી છે અને આશા છે કે આ પ્રક્રિયામાં ટી-૨૦ વર્લ્ડ કપ માટે કેટલાક વિકલ્પ રજૂ કરી શકે છ. દ્રવિડે કહ્યું કે, ‘ટીમમાં એવા ઘણા લોકો છે જે ટી-૨૦ વર્લ્ડ કપ માટે ટીમમાં સ્થાન મેળવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પરંતુ મને લાગે છે કે, હાલ ટીમનો મુખ્ય ઉદ્દેશ્ય સીરિઝ જીતવાનો છે.’
તેમણે કહ્યું, ‘અમારો ઉદ્દેશ્ય સીરિઝ જીતવાનો છે, પરંતુ હું આશા રાખું છું કે, કેટલાક સારા પ્રદર્શનથી અમે સિલેક્ટર્સ માટે દરવાજા ખોલી શકીએ છીએ.’ ભારતીય ટીમના પૂર્વ કેપ્ટને કહ્યું કે, શ્રીલંકા પ્રવાસ પૃથ્વી શો ઉપરાંત દેવદત્ત પડીક્કલ અને ઋતુરાજ ગાયકવાડ જેવા અન્ય ખેલાડીઓ માટે પણ ઘણો મહત્વનો છે.
દ્રવિડે કહ્યું, ‘પૃથ્વી ઉપરાંત પણ આ સીરિઝ અન્ય લોકો માટે મહત્વનો છે. પડીક્કલ અને ગાયકવાડ જેવા યુવા ખેલાડી છે, જે આ પ્રવાસમાં સામેલ છે. આ બધા સારું પ્રદર્શન કરવા માટે આતુર છે. તેમને ટી-૨૦ વર્લ્ડ કપ માટે લેવા કે નહીં એ ર્નિણય સિલેક્ટર્સ અને ટીમ મેનેજમેન્ટે કરવાનો છે, પરંતુ આંતરાષ્ટ્રીય ટીમ સામે જાે તમે સારું પ્રદર્શન કરશો તો સિલેક્ટર્સ તેના પર ધ્યાન આપશે. આ હકીકતને જાેતા આ પ્રવાસ ઘણો મહત્વનો છે.’

Related posts

सानिया ऑस्ट्रेलिया ओपन की मिश्रित युगल स्पर्धा से हटी

aapnugujarat

ICC deferred taking a decision on staging T20 World Cup in Australia

editor

टेस्ट में भारत के लिए सबसे तेजी से 1000 रन बनाने वाले तीसरे बल्लेबाज बने मयंक

editor

Leave a Comment

UA-96247877-1