Aapnu Gujarat
રાષ્ટ્રીય

ઓબીસી અનામત ન અપાવી શકું તો રાજકારણ છોડી દઇશ : ફડણવીસ

ભારતીય જનતા પાર્ટી મહારાષ્ટ્રમાં હાલ અન્ય પછાત વર્ગ (ઓબીસી)ના અધિકારોને લઈને ખૂબ જ આક્રમક જાેવા મળી રહી છે. રાજ્યની સ્થાનિક ચૂંટણીઓમાં ઓબીસી અનામતનો મુદ્દો ગરમાઈ રહ્યો છે. શનિવારે ભાજપના મહારાષ્ટ્ર એકમે સ્થાનિક સંસ્થાઓમાં ઓબીસી અનામત પુનઃસ્થાપિત કરવાની માગણીને લઈને રાજ્યવ્યાપી ચક્કાજામ કર્યું હતું.
ભાજપના નેતા અને મહારાષ્ટ્રના પૂર્વ મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, જાે તેમની પાર્ટી સત્તામાં આવશે તો સ્થાનિક ચૂંટણીઓમાં ઓબીસી અનામત લાગુ કરશે અને જાે તેઓ તેમાં નિષ્ફળ રહેશે તો પોતે રાજકારણમાંથી સન્યાસ લઈ લેશે.
ઓબીસી અનામત પુનઃસ્થાપિત કરવાને લઈ રાજ્યવ્યાપી ચક્કાજામ દરમિયાન નાગપુરમાં વેરાઈટી સ્ક્વેર ચોક ખાતે દેવેન્દ્ર ફડણવીસે ભાજપના કાર્યકરોને સંબોધિત કર્યા હતા. દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, રાજ્યની મહાવિકાસ અઘાડી સરકાર લોકોને એમ કહીને છેતરી રહી હતી કે તેઓ આ મુદ્દો સંસદમાં ઉઠાવશે. હકીકતે સત્ય એ છે કે, આ મુદ્દો રાજ્ય સ્તરે જ ઉકેલી શકાય તેમ છે. રાજ્ય સરકાર કાયદો બનાવીને સ્થાનિક સંસ્થાઓમાં આરક્ષણ લાગુ કરી શકે છે.
વિપક્ષ નેતા દેવેન્દ્ર ફડણવીસે જણાવ્યું કે, મહાવિકાસ અઘાડી સરકાર ઓબીસીનું રાજકીય આરક્ષણ પુનઃસ્થાપિત કરે અથવા મને સત્તા સોંપી દે. જાે અમે ૪ મહિનામાં ઓબીસીને ફરી રાજકીય આરક્ષણ નહીં અપાવી શકીએ તો રાજકારણ છોડી દઈશ.

Related posts

મધ્યપ્રદેશમાં મોટી દુર્ઘટના, બસ ખાબકી નહેરમાં

editor

यूपी कांग्रेस के प्रदेश अध्यक्ष पद से राज बब्बर ने दिया इस्तीफा

aapnugujarat

૧૯૯૩ના મુંબઈ બ્લાસ્ટનો મોસ્ટ વોન્ટેડ આતંકી અબુ બકર દુબઈમાં પકડાયો

aapnugujarat

Leave a Comment

UA-96247877-1