Aapnu Gujarat
રાષ્ટ્રીય

આવતીકાલે યોજાનાર વડાપ્રધાન મોદીની બેઠકમાં ફારુક અબ્દુલ્લા – મુફ્તિ સામેલ થશે

પીએમ મોદી સાથે થનારી બેઠક અગાઉ આજે શ્રીનગરમાં ફારૂક અબ્દુલ્લાની અધ્યક્ષતામાં તેમના ઘરે ગુપકાર પાર્ટીઓની બેઠક યોજાઈ. જેમાં મહેબૂબા મુફ્તી સહિત ૭ નેતાઓ હાજર રહ્યા. આ બેઠકમાં પીએમ મોદી દ્વારા યોજવામાં આવેલી બેઠકમાં હાજરી આપવાના વિષય પર ચર્ચા થઈ.
પીડીપી પ્રમુખ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે ‘અમે ડાઈલોગની વિરુદ્ધમાં નથી, પરંતુ અમે જરૂર ઈચ્છીએ છીએ કે કેટલાક કોન્ફિડન્સ બિલ્ડિંગ મેજર હોવા જાેઈએ. સમગ્ર દેશમાં કોરોના વાયરસ મહામારી દરમિયાન કેદીઓને છોડી મૂકવામાં આવ્યા. જમ્મુ કાશ્મીરમાં પણ એવું થવું જાેઈતું હતું. જમ્મુ અને કાશ્મીરના રાજકીય અને અન્ય કેદીઓનો પણ છૂટકારો થવો જાેઈતો હતો.’
મહેબૂબાએ વધુમાં કહ્યું કે ‘તેમનો જે પણ એજન્ડા હશે, અમે અમારા એજન્ડા તેમની સમક્ષ રજુ કરીશું અને આશા રાખીશું કે અમારા જવાથી ઓછામાં ઓછું એટલું તો થાય કે જેલોમાં કેદ અમારા લોકોનો છૂટકાર થાય. જાે છોડી ન શકે તો ઓછામાં ઓછું જમ્મુ અને કાશ્મીર લાવે, જેથી કરીને તેમના પરિવારના લોકો તેમને મળી શકે.’ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે ગુપકાર ગઠબંધનનો જે એજન્ડા છે તે હેઠળ અમે વાત કરીશું. અમારી પાસેથી જે છીનવી લેવાયું છે, જે ખોટું કરાયું છે તેના પર વાત કરીશું. તે ગેરકાયદેસર અને ગેરબંધારણીય છે. તેને બહાર કર્યા વગર જમ્મુ કાશ્મીરમાં અમન બહાલ કરી શકાય નહીં. આ સાથે જ મહેબૂબા મુફ્તીએ કહ્યું કે ભારત સરકારે કાશ્મીર મુદ્દે પાકિસ્તાન સાથે પણ વાત કરવી જાેઈએ.

Related posts

राजीव गांधी की 75वीं जयंती: मुखर्जी समेत कांग्रेस के कई नेताओ ने दी श्रद्धांजलि

aapnugujarat

“Allocations projected in Interim Budget 2019-20, will not be altered”: Finance ministry circular

aapnugujarat

પ્રથમ સેમિ હાઈ સ્પીડ વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની સેવા શરૂ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1