Aapnu Gujarat
ગુજરાત

યોગા કોચ-ટ્રેનરને મુખ્યમંત્રીના હસ્તે વર્ચ્યુઅલી પ્રમાણપત્રો એનાયત

વિજયસિંહ સોલંકી , પંચમહાલ

સમગ્ર વિશ્વમાં સાતમા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી, ત્યારે આજે વિશ્વ યોગ દિનને લઇને જિલ્લા સેવાસદન-૧ ખાતે કોન્ફરન્સ હોલમાં જિલ્લાના યોગ ટ્રેનરોને મુખ્યમંત્રીના હસ્તે ઓનલાઈન પ્રમાણપત્ર વિતરણ કરવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં રાજ્યના મુખ્યમંત્રીશ્રી વિજયભાઈ રૂપાણી પોતાના નિવાસસ્થાને વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જોડાયા હતા, મુખ્યમંત્રી દ્વારા ઓનલાઇન વિડિયો કોન્ફરન્સના માધ્યમથી જિલ્લાના ૨૦ યોગા ટ્રેનર/ કોચને પ્રમાણપત્રો એનાયત કરવામાં આવ્યા હતા, આ પ્રસંગે રાજયકક્ષાના મંત્રી જયદ્રથસિંહજી પરમાર, ધારાસભ્ય સુમનબેન ચૌહાણ, ધારાસભ્ય નિમિષાબેન સુથાર, જિલ્લા કલેકટર અમિત અરોરા, જિલ્લા વિકાસ અધિકારી અર્જુનસિંહ બી રાઠોડ, અધિક નિવાસી કલેકટર એલ બી બાંભણીયા, નાયબ જિલ્લા વિકાસ અધિકારી સી ડી રાઠવા, જિલ્લા રમતગમત અધિકારીશ્રી પ્રકાશ કલાસ્વા, કાલોલ નગરપાલિકા પ્રમુખ શેફાલીબેન તેમજ જિલ્લાના વિવિધ યોગા કોચ/ટ્રેનર અને અન્ય પદાધિકારીઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા.

Related posts

अहमदाबाद में स्वाइनफ्लू नियंत्रण से बाहरः ४ की मौत

aapnugujarat

કોંગ્રેસના યુવા નેતા અલ્પેશ ઠાકોર રાષ્ટ્રીય રાજનીતિમાં

aapnugujarat

ઇશરત જહાં કેસ : વણઝારા, અમીનની વિરૂદ્ધ ખટલો નહીં

aapnugujarat

Leave a Comment

UA-96247877-1