Aapnu Gujarat
ગુજરાત

ઉત્તર ગુજરાતમાં અતિભારે વરસાદ : દાંતીવાડામાં ૧૪ ઇંચ

ઉત્તર ગુજરાતમાં બર્બાદી વરસતા ભારે તારાજી સર્જાઈ છે. બચાવ અને રાહત કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરવામાં આવી છે. ઉત્તર ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં અવિરત વરસાદથી જળબંબાકારની સ્થિતિ સર્જાઈ ગઈ છે. જનજીવન સંપૂર્ણપણે ભાંગી પડ્યું છે. ઉત્તર ગુજરાતના દાંતીવાડામાં ૧૪ ઇંચથી પણ વધુ વરસાદ ખાબકી ગયો છે. જ્યારે પાલનપુર અમીરગઢમાં ૧૦, ધાનેરા, લાખણીમાં ૯ ઇંચ અને વડગામમાં આઠ ઇંચ જેટલો વરસાદ ખાબકી ગયો છે. બચાવ અને રાહત કામગીરીમાં એનડીઆરએફ અને સેનાની મદદ લેવામાં આવી છે. બીજી બાજુ ૮૦૦૦થી પણ વધુ લોકોનું સ્થળાંતર કરવામાં આવ્યું છે. ડિસા, થરાદમાં પણ મોટી સંખ્યામાં લોકોનું સ્થળાંતર કરાયું છે. એકલા બનાસકાંઠામાં ૫૦૦૦નું સ્થળાંતર કરાયું છે. ગુજરાતમાં હજુ સુધી વરસાદ અને પુરના કારણે મોતનો આંકડો ૭૨ ઉપર પહોંચી ચુક્યો છે. બીજી બાજુ ગુજરાતમાં સિઝનનો વરસાદનો આંકડો ૬૦.૮૦ ટકા સુધી નોંધાયો છે. ઉત્તર ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિત રાજયાના મોટા ભાગના વિસ્તારોમાં ભારે વરસાદ જારી રહ્યો છે. જેના કારણે હજારો લોકોનુ સ્થાળાંતર કરવામાં આવ્યુ છે. ઉત્તર ગુજરાતના વિવિધ ભાગોમાં ભારે વરસાદના કારણે પુરની સ્થિતી સર્જાયેલી છે. ગઇકાલથી ભારે વરસાદ થઇ રહ્યો  છે. બનાસકાઠાના અમીરગઢ અને ડીસામાં પાંચ ઇંચ વરસાદ થયો  છે. હજારો લોકોનુ સ્થાળાંતર કરવામાં આવ્યુ છે. આજે સ્કુલોમાં રાજા જાહેર કરવામાં આવી છે. મોડાસામાં ચાર અને પીશીનામાં સાડા ત્રણ ઇંચથી વધારે વરસાદ થયો છે. મહેસાણા, ઉંઝા, પાટણમાં   ભારે વરસાદ થયો છે. બીજા બાજુ હજુ ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે. વડોદરા, સુરત, રાજકોટ, વલસાડ સહિત સૌરાષ્ટ્ર પંથક અને કચ્છના વિસ્તારોમાં સારો એવો વરસાદ નોંધાયો છે.  ચોટીલા-મોરબી, સુરેન્દ્રનગર સહિતના પંથકોમાં જળબંબાકારની દયનીય સ્થિતિ સામે આવી છે. ઠેર-ઠેર તબાહી અને તારાજીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. ચોટીલા,મોરબી, માળિયા મીયાણાં સહિતના પંથકોમાં ૫૦થી વધુ રેસ્કયુ ઓપરેશનો હાથ ધરાયા હતા. સેંકડો લોકોને બચાવાયા હતા . અમદાવાદના સાણંદ, બાવળા, ધંધુકા, દસ્ક્રોઇ સહિતના તાલુકાઓમાં ચારથી પાંચ ઇંચ જેટલો ભારે વરસાદ વરસ્યો હતો. ચોટીલા, અમરેલી, સુરેન્દ્રનગર, રાજકોટ, મોરબી સહિતના પંથકોમાં તો જાણે આભ ફાટયું હતું. જેના કારણે હવે સ્થિતી વણસી ગઇ છે. ચોટીલામાં ૨૦ ઇંચ વરસાદ બાદ  સ્થિતી હજુ સુધી સુધરી નથી.  એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયરબ્રિગેડ, સહિતની બચાવ ટીમો સતત કાર્યરત રહી હતી તો, કેટલાક પૂરગ્રસ્ત વિસ્તારોમાં તો, એરફોર્સની મદદ લઇ હેલિકોપ્ટની મદદથી પૂરના પાણીમાં ફસાયેલા લોકોને બચાવાયા હતા. રાજયમાં સૌથી વધુ રેસ્કયુ ઓપરેશન સૌરાષ્ટ્રમાં મોરબી, વાંકાનેર, ચોટીલા, સુરેન્દ્રનગર, લીંબડી, માળીયામીયાંણા, મચ્છુ આસપાસના ગામો સહિતના વિસ્તારોમાં હાથ ધરાયા હતા. આજે રાજયમાં ગાંધીનગરના કલોલમાં નવ ઇઁચ વરસાદ ખાબકતાં સર્વત્ર જળબંબાકારની સ્થિતિ સર્જાઇ ગઇ હતી. રોડ-રસ્તાઓ અને ખેતરોમાં વરસાદી પાણી ફરી વળ્યા હતા.આણંદ, સુરત, વલસાડ, ડાંગ-આહવા ઉપરાંત સૌરાષ્ટ્ર પંથકના અમરેલી, સુરેન્દ્રનગર, ગોંડલ, મોરબી, રાજકોટ સહિતના પંથકોમાં આજે પણ હળવાથી ભારે વરસાદના ઝાપટા નોંધાયા હતા. છેલ્લા બે દિવસના વરસાદી મેઘતાંડવના કારણે સૌરાષ્ટ્ર-ક્ચ્છ પંથકમાં ઠેર-ઠેર નદીઓ ગાંડીતૂર બની હતી તો, ડેમો ઓવરફલો થયા હતા અને તળાવો ફાટયા હતા. રાજયભરમાં આજે પણ ભારે વરસાદને પગલે એસટી અને રેલ વ્યવહારને ભારે અસર પહોંચી હતી.

Related posts

ગુજરાતમાં સૌ પ્રથમ વડનગરના શર્મિષ્ઠા તળાવમાં તરણ સ્પર્ધાનું કરાયુ આયોજન

aapnugujarat

પેટ્રોલિયમ ડીલર્સ એસોસિએશનની અન્ન-નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડિયા સાથે મુલાકાત

aapnugujarat

સુરતમાં પબજી ગેમ પર પ્રતિબંધ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1