Aapnu Gujarat
રાષ્ટ્રીય

પેટ્રોલમાં ૨૯ અને ડિઝલમાં ૨૮ પૈસાનો વધારો

પેટ્રોલ અને ડિઝલનાં ભાવમાં દિવસો જતા ધીમે ધીમે વૃદ્ધિ થઇ રહી છે. આ ભાવ વધારાનાં કારણે સામાન્ય માણસ માટે હવે વાહન ચલાવવું એક મોટો સવાલ બની ગયો છે. ઘણા દિવસોથી વધી રહેલા ભાવમાં આજે ફરી વૃદ્ધિ થઇ છે. આજે ફરી પેટ્રોલ અને ડીઝલનાં ભાવ વધ્યા છે.
સરકારી તેલ કંપનીઓએ પેટ્રોલ અને ડીઝલનાં નવા દર જાહેર કર્યા છે. શનિવારે સ્થિર રહ્યા બાદ આજે (રવિવારે) ફરીથી પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થયો છે. ઓઇલ કંપનીઓએ રવિવારે એટલે કે ૨૦ જૂન ૨૦૨૧ નાં ??રોજ પેટ્રોલનાં દરમાં ૨૯ પૈસાનો વધારો કર્યો છે, જ્યારે ડીઝલ ૨૮ પૈસા પ્રતિ લીટર મોંઘુ થયું છે. દિલ્હીનાં માર્કેટમાં ૨૦ જૂનનાં રોજ પેટ્રોલ વધીને ૯૭.૨૨ રૂપિયા અને ડીઝલ ૮૭.૯૭ રૂપિયા પ્રતિ લિટર થઈ ગયું છે. નોંધપાત્ર વાત એ છે કે શુક્રવારે ઇંધણનાં ભાવમાં વધારા બાદ પેટ્રોલ અને ડીઝલનાં દર શનિવારે સ્થિર રહ્યા હતા. વળી મુંબઇ અને બેંગલુરુમાં પેટ્રોલનાં ભાવ આસમાને સ્પર્શી ગયા છે. અહીં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૧૦૦ રૂપિયાને પાર કરી ગયો છે. શુક્રવારે પેટ્રોલનાં ભાવમાં પ્રતિ લિટર ૨૭ પૈસાનો વધારો કરવામાં આવ્યો છે. વળી ડીઝલનાં ભાવમાં પ્રતિ લિટર ૨૮ પૈસાનો વધારો કરવામાં આવ્યો હતો.
શનિવારે દેશની રાજધાની દિલ્હીમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર ૯૬.૯૩ રૂપિયા અને ડીઝલનો ભાવ પ્રતિ લિટર ૮૭.૬૯ રૂપિયા રહ્યો હતો. આ દરમ્યાન મુંબઇમાં પેટ્રોલ ૧૦૩.૦૮ રૂપિયા, ડીઝલ ૯૫.૧૪ પ્રતિ લિટર વેચાયું હતું. વળી ચેન્નાઇમાં પેટ્રોલનો ભાવ પ્રતિ લિટર રૂ. ૯૮.૧૪ હતો અને ડીઝલની કિંમતમાં નજીવો ઘટાડો થયો છે અને તે લિટરદીઠ રૂ. ૯૨.૩૧ રહ્યો છે.

Related posts

અંબાણી, માલ્યા અને નીરવને કરોડો, જ્યારે દેશના ખેડૂતોને સાડા ત્રણ રૂપિયા : રાહુલ ગાંધી

aapnugujarat

કોરોના : દૈનિક મોતના મામલે ભારત વિશ્વમાં પ્રથમ નંબરે

editor

પ્લાસ્ટિકના ધ્વજનો ઉપયોગ લોકો ન કરે એ સુનિશ્ચિત કરવા નિર્દેશ

editor

Leave a Comment

UA-96247877-1