Aapnu Gujarat
મનોરંજન

બજરંગ દળને કરીના ‘સીતા’ બને એ મંજૂર નથી

અપકમિંગ ફિલ્મ ‘સીતા’ હજી તો ફ્લોર પર પણ ગઈ નથી, પરંતુ વિરોધ શરૂ થઈ ગયો છે. છેલ્લા થોડા સમયથી ચર્ચા છે કે આ ફિલ્મમાં કરીના કપૂર લીડ રોલમાં જાેવા મળશે અને આ વાતે વિવાદ થઈ રહ્યો છે. સો.મીડિયામાં શરૂ થયેલો આ વિવાદ હજી શાંત થવાનું નામ લેતો નથી. નાગપુરમાં બજરંગદળના કાર્યકર્તાઓએ એક્ટ્રેસ વિરુદ્ધ જિલ્લા અધિકારી સમક્ષ મેમોરેન્ડમ આપીને ચેતવણી આપી હતી કે જાે આ ફિલ્મ બની તો એનો વિરોધ કરવામાં આવશે. મેમોરેન્ડમમાં કરીના કપૂરની બિકીની તથા અજમેર દરગાહ યાત્રાની તસવીરો પણ સામેલ છે.
કાર્યકર્તાએ મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું હતું, ‘હિંદુ સમાજ પર બોલિવૂડ વારંવાર ફિલ્મ બનાવે છે, જેમાં ‘તાંડવ’ બની અને એમાં કરીનાનો પતિ હતો. હવે ‘સીતા’ આવી રહી છે અને એમાં કરીના કપૂર છે. આ વારંવાર મુસ્લિમ સમાજના લોકો જ કેમ હિંદુ ચરિત્ર ભજવે છે. આનાથી હિંદુ સમાજમાં ક્ષતિ આવે છે. આ જેહાદી માનસિકતાના લોકો છે અને હિંદુ સમાજને ગાળો આપે છે. આજે તેઓ આપણા માધ્યમથી જ કરોડો રૂપિયાની કમાણી કરે છે. અમે આ ફિલ્મનો વિરોધ કરીએ છીએ. જાે આ ફિલ્મ બની તો ઉગ્ર વિરોધ કરવામાં આવશે. આજે અમે જિલ્લા અધિકારીને મેમોરેન્ડમ આપ્યું છે.’
હાલમાં જ ચર્ચા હતી કે ડિરેક્ટર અલૌકિક દેસાઈએ ફિલ્મ ‘સીતા’ના લીડ રોલ માટે કરીના કપૂરનો અપ્રોચ કર્યો હતો. કહેવાય છે કે બેબોએ આ ફિલ્મ માટે ૧૨ કરોડ રૂપિયાની ફી માગી હતી. જાેકે આ વાતની હજી સુધી સત્તાવાર રીતે પુષ્ટિ થઈ નથી. જાેકે કરીના સીતા બનશે એ વાતનો વિરોધ શરૂ થયો છે. અનેક લોકો માની રહ્યા છે કે જાે કરીના સીતાનો રોલ ભજવે છે તો આ હિંદુ ધર્મ તથા સીતા માતાનું અપમાન છે. થોડા દિવસ પહેલાં સો.મીડિયામાં ઈંબોયકોટકરીનાકપૂરખાન ટ્રેન્ડ થયું હતું.
અલૌકિક દેસાઈએ રાવણના રોલ માટે રણવીર સિંહનો અપ્રોચ કર્યો છે. રણવીરને ફિલ્મની સ્ટોરી ગમી ગઈ છે. જાેકે હજી સુધી તેણે હા પાડી નથી. ‘બાહુબલી’ ફૅમ રાઇટર કેવી વિજયેન્દ્ર પ્રસાદે લખેલી આ ફિલ્મના લીડ રોલ માટે કરીના ઉપરાંત આલિયા ભટ્ટનું નામ પણ ચર્ચામાં છે. જાેકે હજી સુધી મેકર્સે લીડ એક્ટ્રેસનું નામ સત્તાવાર રીતે જાહેર કર્યું નથી.

Related posts

લક્ષ્મી બોમ્બના શૂટિંગ સમયે કેવી તકલીફો પડેલી તેનો અક્ષય કુમારે ખુલાસો કર્યો

editor

सलमान पर मुकेश खन्ना का धावा, कहा विदेश के शो का कॉपी वर्जन बिग बॉस

editor

કંગના પ્રિયંકાથી નારાજ !!

aapnugujarat

Leave a Comment

UA-96247877-1