Aapnu Gujarat
ગુજરાત

ઇસુદાન ગઢવી આપમા જોડાયા

અરવિંદ કેજરીવાલ આજે ગુજરાતની મુલાકાતે છે. ગુજરાતની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ભાજપ અને કોંગ્રેસે આપને અવગણતાં આપની ધમાકેદાર એન્ટ્રી સ્થાનિક સ્વરાજ્યમાં થઈ ગઈ હતી. અરવિંદ કેજરીવાલની આજ મુલાકાત ગુજરાત વિધાનસભા માટે આપની તૈયારીનો સંકેત છે. આપનું સંગઠન વધુ મજબૂત બનાવવા માટે વધુ લોકોને જોડવામાં આવશે.ત્યારે વીટીવી ન્યુઝના પૂર્વ એડિટર ઇસુદાન ગઢવી આમ આદમી પાર્ટી માં જોડાશે તેવા સંકેત મળી રહ્યા હતા. આજે અમદાવાદ સર્કિટ હાઉસ ખાતે ઇસુદાન ગઢવીએ અરવિંદ કેજરીવાલ સાથે મુલાકાત યોજી હતી.આખરે અટકળોનો અંત આવ્યો છે.અરવિંદ કેજરીવાલએ ઇસુદાન ગઢવીને આપનો ખેસ પહેરાવ્યો હતો.

Related posts

ગીર-ગઢડા : વિદ્યાર્થિનીની છેડતી કરનારા શિક્ષકના જામીન હાઈકોર્ટે નકાર્યા

aapnugujarat

અમદાવાદની ઠક્કરબાપા નગરના ભાજપના ઉમેદવાર કંચન રાદડીયાની જીત

aapnugujarat

સાવધાન…રોંગ સાઇડ વાહન ચલાવશો તો પંક્ચર થઇ જશે, મુકાશે ‘ટાયર-કિલર’

aapnugujarat

Leave a Comment

UA-96247877-1