Aapnu Gujarat
ગુજરાત

અમદાવાદની ઠક્કરબાપા નગરના ભાજપના ઉમેદવાર કંચન રાદડીયાની જીત

અમદાવાદની ઠક્કરબાપા નગરના ભાજપના ઉમેદવાર કંચનબેન રાદડીયાની જીત થઇ છે. આ બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર વિજયકુમાર બ્રહ્મભટ્ટ મેદાને હતા. નોંધનીય છે કે, આ બેઠક પર ૧,૩૫,૧૧૮ વોટ પડ્યા હતા. ટકાવારી પ્રમાણે આ બેઠક પર ૫૫.૫૫ ટકા મતદાન થયું હતું. ઠક્કરબાપા નગરના બેઠક પર કુલ ૨,૪૩,૨૧૯ મતદારો છે. જેમાં ૧,૨૮,૧૩૩ પુરુષ મતદારો અને ૧,૧૫,૦૭૮ મહિલા મતદારોનો સમાવેશ થાય છે.
બીજી બાજુ, ગત ૨૦૧૭ની ચૂંટણીની વાત કરીએ તો આ બેઠક પર ભાજપની જીત થઇ હતી. ૨૦૧૭માં આ બેઠક પર ૬૬.૨૨% ટકા મતદાન થયું હતું. જ્યારે ૩૪,૦૮૮ મતોથી ભાજપની જીત થઇ હતી. આવી રીતે જ વર્ષ ૨૦૧૨માં પણ ભાજપની જીત થઇ હતી. ૨૦૧૨માં આ બેઠક પર ૬૮.૫૮% ટકા મતદાન થયું હતું. જ્યારે ૪૯,૨૫૧ મતોથી ભાજપની જીત થઇ હતી.
અમદાવાદ જિલ્લાની કુલ ૨૧ બેઠકો પર ૫૯.૦૫ ટકા મતદાન થયું હતું. જ્યારે જિલ્લામાં કુલ ૩૫,૪૫,૬૯૧ મતો પડ્યા હતા. જિલ્લાની બેઠકોની વાત કરીએ તો, વિરમગામ, સાણંદ, ઘાટલોડિયા, વેજલપુર, વટવા, એલિસબ્રિજ, નારણપુરા, નિકોલ, નરોડા, ઠક્કરબાપા નગર, બાપુનગર, અમરાઇવાડી, દરિયાપુર, જમાલપુર-ખાડિયા, મણિનગર, દાણીલીમડા, સાબરમતી, અસારવા, દસક્રોઇ, ઘોળકા, ધંધૂકાનો સમાવેશ થાય છે.
આપને જણાવીએ કે, ગુજરાત વિધાનસભા ચૂંટણીનાં પ્રથમ તબક્કાનું સરેરાશ મતદાન ૬૩.૩૧ ટકા નોંધાયું હતુ અને બીજા તબક્કાનું સરેરાશ મતદાન ૬૫.૩૦ ટકા નોંધાયું છે.
આ બંનેનું સરેરાશ મતદાન ૬૪.૩૩ ટકા થયું છે. ૨૦૦૭ બાદ ગુજરાતમાં આ સૌથી ઓછું મતદાન નોંધાયું છે. ગત વર્ષોની ગુજરાત ચૂંટણીના મતદાનની ટકાવારી જોઇએ તો, ૨૦૦૭માં ૫૯.૭૭%, ૨૦૧૨માં ૭૨.૦૨% અને ૨૦૧૭માં ૬૯.૦૧% મતદાન નોંધાયું હતુ.

Related posts

अंबाजी के धाबावाली वाव के पास स्टियरिंग लॉक होने पर कार की बस के साथ टक्कर

aapnugujarat

મુખ્યમંત્રીએ લાંબડીયા ખાતે પ્રવેશોત્સુક બાળકોનો શાળા પ્રવેશ કરાવ્યો

aapnugujarat

મૂંગા પશુઓ નું પેટ ભરવાના ઉદ્દેશથી પાટણમાં નિર્માણ કરાયું રોટલીયા હનમાન મંદિર, માત્ર રોટલી અને રોટલાનો જ પ્રસાદ ચડશે

aapnugujarat

Leave a Comment

UA-96247877-1