Aapnu Gujarat
રાષ્ટ્રીય

મોદી – પ્રધાનમંડળ વિસ્તરણના ભણકારા ઃ સુશીલ મોદી, સિંધિયાને સ્થાન ?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી સંસદના ચોમાસું સત્ર પૂર્વે પોતાના પ્રધાનમંડળનું વિસ્તરણ કરે એવી ધારણા રખાય છે. જે રીતે મોદીના સત્તાવાર નિવાસસ્થાન ૭, લોક કલ્યાણ માર્ગ ખાતે શ્રેણીબદ્ધ ઉચ્ચ સ્તરીય બેઠકો યોજાઈ રહી છે તે જાેતાં કેન્દ્રીય પ્રધાનમંડળમાં વિસ્તરણના ભણકારા વાગી રહ્યા છે. ૨૦૧૯માં લોકસભાની ચૂંટણીમાં ભાજપની જીત બાદ મોદીએ સત્તાના સૂત્રો બીજી વાર સંભાળવાનું ચાલુ રાખ્યા બાદ પોતાના પ્રધાનમંડળમાં કોઈ ફેરફાર કર્યા નથી.
અહેવાલોનો દાવો છે કે મોદી સરકારમાં સભ્યોની સંખ્યા હાલ ૬૦ છે, તે વધારીને ૭૯ કરવામાં આવશે. હાલ ૨૧ કેબિનેટ પ્રધાનો છે, ૯ સ્વતંત્ર હોદ્દો ધરાવતા રાજ્યકક્ષાના પ્રધાનો છે અને ૨૯ પ્રધાનો રાજ્યકક્ષાના છે. કહેવાય છે કે જેમણે સારી કામગીરી બજાવી નહીં હોય એ પ્રધાનોને મોદી પોતાની સરકારમાંથી પડતા મૂકશે. જેવા નવા સભ્યોનો ઉમેરો થવાની ધારણા છે એમાં જ્યોતિરાદિત્ય સિંધિયા, સર્બાનંદ સોનોવાલ (આસામના ભૂતપૂર્વ મુખ્ય પ્રધાન), સુશીલ મોદી (બિહારના ભૂતપૂર્વ નાયબ મુખ્ય પ્રધાન), અનુપ્રિયા પટેલ (અપના દલ પ્રમુખ).
આમાં જ્યોતિરાદિત્ય સિંધિયાને સામેલ કરવા લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે. તેમણે દાવો કર્યો કે સિંધિયાને રેલવે મંત્રાલય મળી શકે છે. એક્ટિવ મંત્રીની તેમની છાપને જાેતા સિંધિયાને માનવ સંસાધન અથવા શહેરી વિકાસ મંત્રાલય પણ આપવામાં આવી શકે છે. લગભગ ૧૫ મહિના પહેલા સિંધિયાએ કાૅંગ્રેસ છોડીને બીજેપીનો છેડો પકડ્યો હતો. તેમના પાર્ટી બદલવાથી મધ્ય પ્રદેશમાં કાૅંગ્રેસની સરકાર પડી ગઈ હતી. ત્યારબાદ શિવરાજ સિંહ ચૌહાણ નવા મુખ્યમંત્રી બન્યા અને સિંધિયા-સમર્થક ધારાસભ્યોને પોતાની બેઠકમાં સામેલ કર્યા હતા.
ત્યારથી સિંધિયાને કેન્દ્રીય મંત્રીમંડળમાં સામેલ કરવાની ચર્ચાઓ પણ ચાલી રહી છે. મોદી સરકારના બીજા કાર્યકાળના બે વર્ષ પૂર્ણ થયા બાદ કેન્દ્રીય કેબિનેટમાં બદલાવની તૈયારી થઈ રહી છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ શુક્રવારના ગૃહમંત્રી અમિત શાહ અને બીજેપીના રાષ્ટ્રીય અધ્યક્ષ જેપી નડ્ડાની સાથે બેઠક કરી છે. માનવામાં આવી રહ્યું છે કે ફેરબદલમાં કેટલાક યુવા ચહેરાઓને સામેલ કરવામાં આવી શકે છે. સિંધિયાની સાથે સાથે ૨ પૂર્વ મુખ્યમંત્રીઓ મહારાષ્ટ્રના દેવેન્દ્ર ફડણવીસ અને આસામના સર્વાનંદ સોનોવાલને પણ મંત્રીમંડળમાં જગ્યા મળવાનું લગભગ નક્કી માનવામાં આવી રહ્યું છે.
જ્યોતિરાદિત્ય આ પહેલા બે વાર કેન્દ્રીય કેબિનેટનો ભાગ રહી ચુક્યા છે. મનમોહન સિંહની કેબિનેટમાં તેમને વર્ષ ૨૦૦૭માં પહેલીવાર કેન્દ્રીય માહિતી અને ટેકનોલોજી રાજ્ય મંત્રી બનાવવામાં આવ્યા હતા. ૨૦૦૯માં તેમને વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયમાં રાજ્ય મંત્રી તરીકે ફરીથી કેબિનેટમાં જગ્યા મળી હતી. જ્યોતિરાદિત્ય સિંધિયાના પિતા માધવરાવ સિંધિયા પણ કેન્દ્રીય કેબિનેટમાં રેલ અને માનવ સંસાધન મંત્રી રહ્યા હતા. માધવરાવ ૧૯૮૬થી ૧૯૮૯ સુધી રાજીવ ગાંધીની કેબિનેટમાં રેલવે મંત્રી રહ્યા હતા. ૧૯૯૬-૯૬માં પી.વી. નરસિમ્હા રાવની કેબિનેટમાં તેમને માનવ સંસાધન વિકાસ મંત્રી બનાવવામાં આવ્યા હતા.

Related posts

શોપિયનમાં પાંચ ત્રાસવાદીઓ ફુંકાયા

aapnugujarat

વડગામ ર્ડા બાબાસાહેબ આંબેડકર જયંતિ ની ઉજવણી ને આખરી ઓપ અપાયો

editor

भारत में २०१६ तक २७ करोड़ से ज्यादा लोग गरीबी से बाहर निकले हैं : संयुक्त राष्ट्र

aapnugujarat

Leave a Comment

UA-96247877-1