Aapnu Gujarat
મનોરંજન

લોકગાયિકા ગીતા રબારીએ ઘરે કોરોના વેકસીન લેતા થયો વિવાદ

પ્રસિદ્ધ લોકગાયિકા ગીતા રબારી કોરોનાની રસી લઇને વિવાદમાં સપડાયા છે. શનિવારે ગાયિકા ગીતા રબારી અને તેમના પતિએ પોતાના ઘરે જ કોરોનાની રસી લીધાની પોસ્ટ મૂકી હતી. જે બાદ ઘણો જ વિવાદ થયો હતો. જેના કારણે તેમણે એ પોસ્ટ ડિલીટ કરવી પડી હતી. કચ્છ ડીડીઓને ફરિયાદ કરવામાં આવતા આરોગ્ય વિભાગનાં કર્મચારીને નોટિસ આપીને આ અંગેનો ખુલાસો માંગ્યો છે.એકબાજુ લોકોને કોરોના રસી માટે સ્લોટ બૂક કરાવાવમાં ભારે મથામણ કરવી પડી રહી છે ત્યારે બીજી બાજુ નામદાર લોકોને તેમના ઘરે જ રસીની સુવિધા મળતી હોવાની તસવીરો વાયરલ થતા ભારે વિવાદ સર્જાયો હતો. ગાયિકા ગીતા રબારીએ રસી ઘરે લીધાની પોસ્ટ પોતાના સોશિયલ મીડિયામાં મૂકી હતી તો તેમના પતિએ વ્હોટ્‌સપ સ્ટેટસમાં આના ફોટા મૂક્યા હતા. જેન સ્ક્રીન શોટ લોકોએ પાડી અને વાયરલ કર્યા હતા.
આ વાયરલ તસવીરો જાેતા લોકોએ સ્થાનિક આરોગ્ય વિભાગ પર પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. જેમાં જિલ્લા વિકાસ અધિકારી ભવ્ય વર્મા ઘેરાઈ ગયાં હતાં, જેથી સી.ડી.એચ.ઓ. ડૉ. જનક માઢકની પૂછપરછ બાદ જવાબદાર સામે કાર્યવાહી કરવા આદેશ કરવામાં આવ્યો હતો.
જેને પગલે માધાપરના ફિમેલ હેલ્થ સુપરવાઈઝરને રવિવારે બપોર ૧૨ વાગ્યા સુધી ખુલાસો કરવા નોટિસ ફટકારવામાં આવી છે.માધાપર પીએચસીનાં ડોક્ટર સીજુ કીર્તિનાં જણાવ્યા પ્રમાણે, ગીતા બેને ધોરીથી તેમનું ઓનલાઇન સર્ટિકિટેક બૂક કરાવ્યું હતું પરંતુ છેલ્લી ઘડીએ તેઓ ધોરી જઇ શકે તેમ ન હતા. એટલે તેમણે અમારા બેનને વિનંતી કરી કે, તમારી પાસે કોઇ વેસ્ટમાં વધતા હોય તો મને મૂકી આપો. અમને ઉપરથી સૂચના છે કે, વેસ્ટમાં કોઇ રસી જાય તે પહેલા કોઇને બોલાવીને ઓન ધ સ્પોટ રસી આપી શકાય.આમને તો ધારીમાં ઓલરેડી રસીનું રજીસ્ટ્રેશન હતું પરંતુ માધાપર ખાતે તો માત્ર આપી છે. તેમને ઘરે જઇને રસી કેમ આપી તેના જવાબમાં તેમણે પણ પોતાનો બચાવ કરી લેતા જવાબ આપ્યો કે, આમને ઘરે જઇને કેમ મૂકવામાં આવી તે અંગે જાણ નથી એ તો સિસ્ટરને ખબર.

Related posts

જાણીતા સંગીતકાર ટૉમ પેટીનું પેઇન કીલરનો ઓવરડોઝ લેવાના કારણે મોત

aapnugujarat

कंगना के सपॉर्ट में आईं रितिक की बहन सुनैना

aapnugujarat

મનિષ પૌલ સાથે સની લિયોન નવી ફિલ્મમાં દેખાશે : રિપોર્ટ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1