Aapnu Gujarat
રાષ્ટ્રીય

કુંભ દરમિયાન કોરોના ટેસ્ટમાં મોટાપાયે ફરજીવાડાના આરોપ

હરિદ્વારમાં યોજાયેલા કુંભ ૨૦૨૧ દરમિયાન ભક્તો અને મુસાફરો તેમજ ન્હાવા માટે આવેલા સ્થાનિક લોકોની કોરોની તપાસમાં મોટા પ્રમાણમાં લાપરવાહી થઇ હોવાના આક્ષેપો લાગ્યા છે. કોરોના ટેસ્ટ અંગેના આક્ષેપ પર જિલ્લા વહીવટીતંત્ર એક્શન મોડમાં આવી ગયું છે. આ આરોપની તપાસ માટે હરિદ્વાર જિલ્લા મેજિસ્ટ્રેટ (ડીએમ) સી રવિશંકરે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે. ડીએમે સમિતિને આ મામલાની તપાસ કરવા અને ૧૫ દિવસમાં રિપોર્ટ રજૂ કરવા જણાવ્યું છે.ત્રણ સભ્યોની તપાસ ટીમની કમાન સીડીઓ સૌરભ ગહરવારને સોંપવામાં આવી છે. હરિદ્વારના ડીએમ સી રવિશંકરે જણાવ્યું હતું કે તપાસમાં જાે દોષી સાબિત થશે તો સંબંધિત સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. ભલે તે કેટલો મોટો અધિકારી અથવા કર્મચારી હોય. તેમણે જણાવ્યું કે કોઈને બક્ષવામાં આવશે નહીં. જાે લેબ પરના આરોપો સાચા હોવાનું માલુમ પડશે, તો અન્ય તમામ લેબ્સ દ્વારા અપાયેલા ડેટાની પણ તપાસ કરવામાં આવશે.આક્ષેપ કરવામાં આવ્યો છે કે કુંભ મેળા દરમિયાન મોટી સંખ્યામાં યાત્રાળુઓ અને સંતોની મુલાકાત લેતી વખતે કોરોના ટેસ્ટ કરવામાં આવ્યામાં આવ્યા હતા, પરંતુ તેના નામે ખાનગી લેબ તરફથી છેતરપિંડી કરવામાં આવી હતી. જ્યારે આ મુદ્દો ચગ્યો ત્યારે ઉત્તરાખંડના આરોગ્ય સચિવે હરિદ્વારના ડીએમને તપાસ કરવા સૂચના આપી હતી. આરોગ્ય સચિવની સૂચના પર ડીએમે આ મામલાની તપાસ માટે ત્રણ સભ્યોની સમિતિની રચના કરી છે.નોંધપાત્ર વાત એ છે કે કુંભ મેળો ૨૦૨૧ ૧ એપ્રિલથી ૩૦ એપ્રિલ દરમિયાન યોજાયો હતો. કોરોના સંક્રમણને કારણે, કુંભ મેળાનો સમય ચાર મહિનાથી ઘટાડીને એક મહિનો કરવામાં આવ્યો. કુંભમાં કોરોના સંક્રમણને રોકવા માટે, જિલ્લાના આરોગ્ય વિભાગ તરફથી ૧૩ અને મેળા આરોગ્ય વિભાગ તરફથી નવ લેબ્સને હસ્તાંતરિત કરાઇ હતી. સમગ્ર જિલ્લામાં કોરોના ટેસ્ટ મોટા પ્રમાણમાં કરવામાં આવ્યા. એક દિવસમાં ૪૦ હજાર સુધીના ટેસ્ટ કરાયા હતા. ત્યારે ડીએમએ આરોગ્ય વિભાગને કડક સૂચના આપી હતી કે ટેસ્ટ કરાવનારનું નામ, સરનામું અને ફોન નંબર ફરજિયાત રીતે રેકોર્ડ કરવામાં આવે.ઉલ્લેખનીય છે કે હરિયાણા સ્થિત એક લેબ પર કોરોના ટેસ્ટમાં ફરજીવાડાના આરોપ લાગ્યા છે. ઉત્તરાખંડ સરકારે ફક્ત એટલી મોટી સંખ્યામાં આવતા લોકોના જીવ બચાવવા અને કોરોનાના ફેલાવાને રોકવા માટે કોરોના ટેસ્ટનો વિસ્તાર વધાર્યો હતો જેથી કોઈ પણ સંક્રમિત વ્યક્તિ મેળામાં પ્રવેશ ન કરે. જાે કોઈ સંક્રમિત વ્યક્તિ મેળાના વિસ્તારમાં આવે છે, તો તેને તરત જ ટ્રેસ કરી શકાય. પરંતુ એવો આક્ષેપ કરવામાં આવ્યા છે કે એક લેબ ટેસ્ટિંગને ફક્ત કાગળો સુધી મર્યાદિત કરી દેતી હતી અને આ કારણે કુંભમાં આવતા મોટી સંખ્યામાં ભક્તોને કોરોના સંક્રમિત થયા.

Related posts

લોકસભામાં પાસ થયું દિલ્હી સેવા બિલ

aapnugujarat

વૈેંક્યા નાયડુના પુસ્તક વિમોચન પ્રસંગે મોદીના પ્રહારો

aapnugujarat

સર્જિકલ સ્ટ્રાઇકનો વિડિયો જારી કરવાની જરૂર ન હતી : કોંગ્રેસ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1