Aapnu Gujarat
રાષ્ટ્રીય

સુપ્રીમ કોર્ટે આસારામની વચગાળાની જામીન અરજી ફગાવી

યૌન શોષણ મામલે આજીવન કેદની સજા કાપી રહેલા આસારામને સુપ્રીમ કોર્ટે ઝટકો આપ્યો છે. સુપ્રીમ કોર્ટે આસારામને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો છે. જાેકે, સુપ્રીમ કોર્ટે આસારામના સ્વાસ્થ્યને જાેતા તેમણે આયુર્વેદિક સંસ્થા મોકલવાની અરજી પર સુનાવણી કરવાની માંગ મંજૂર કરી છે. આ સાથે જ સુપ્રીમ કોર્ટે આસારામને રિષિકેશના આયુર્વેદિક હોસ્પિટલમાં દાખલ કરવાની અરજી પર રાજસ્થાન સરકારને નોટિસ મોકલી છે.
સુપ્રીમ કોર્ટ પહેલા રાજસ્થાન હાઇકોર્ટે પણ આસારામને વચગાળાના જામીન આપવાનો ઇનકાર કર્યો હતો. આસારામે પોતાના સ્વાસ્થ્યનો હવાલો આપતા રાજસ્થાન હાઇકોર્ટને વચગાળાના જામીન માટે અપીલ કરી હતી. મહત્વપૂર્ણ છે કે આ પહેલા રાજસ્થાન હાઇકોર્ટે આસારામના સ્વાસ્થ્ય સબંધી તમામ રેકોર્ડ તેમના પુત્ર નારાયણ સાઇને ઉપલબ્ધ કરાવવાના આદેશ આપ્યા હતા.
નારાયણ સાંઇએ પોતાના પિતાના આયુર્વેદિક સારવારની પરવાનગી માટે અરજી દાખલ કરી હતી, જેની પર હાઇકોર્ટની જસ્ટિસ અરૂણ ભંસાલીની સિંગલ બેંચે આ આદેશ સબંધિત જેલ તંત્રને જાહેર કરતા કહ્યુ હતું કે બે દિવસની અંદર આસારામના તમામ મેડિકલ રેકોર્ડ ઉપલબ્ધ કરાવવામાં આવે. હવે આ મામલે આગામી સુનાવણી ૭ જૂને થશે.

Related posts

अब भी बाज नहीं आया तो घर में घुसकर मारेंगे : मलिक

aapnugujarat

રાહુલે ચોકાદીર ચોર નિવેદન પર માફી માંગી

aapnugujarat

અહિંસક ચળવળ હોય કે સશસ્ત્ર ક્રાંતિ બંનેનો પાયો ૧૮૫૭ની ક્રાંતિમાં હતો : અમિત શાહ

aapnugujarat

Leave a Comment

UA-96247877-1